Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> NRI News
 

ભારતીયોને સ્પર્શ કરશો તો જોખમ

 
Source: Agency, London   |   Last Updated 11:53 PM [IST](12/08/2010)
 
 
 
 
 

અવ્યવસ્થિત શહેરી માહોલમાં રહેવાને કારણે ભારતીયો વધુ છંછેડાય છે. ભારતીયો સાથે મિત્રતાનો હેતુ હોય તો પણ તેમના નિકટ જવાનો પ્રયાસ મોંઘો પડી શકે છે. બ્રિટનની રાષ્ટ્રીય પર્યટન એજન્સીનો આ અભિપ્રાય છે. એજન્સીએ ૨૦૧૨માં યોજાનાર ઓલિમ્પિક દરમિયાન ભારતીય મહેમાનોની આવી રીતે ઉષ્માભર્યું સ્વાગત કરવાની સલાહ તેની એડવાઇઝરીમાં આપી છે.


હોટેલોથી માંડીને ટેક્સીવાળાઓ સુધીના લોકોને આપવામાં આવેલા આ નિર્દેશોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ભારતીય મહેમાનોને સ્પર્શ કરવાથી બચો, કારણ કે એમ કરવાનું આક્રમક માની શકાય છે. એજન્સીએ એવું પણ જણાવ્યું કે, ભારતીયોને અસ્તવ્યસ્ત વાતાવરણ જ ગમે છે.


સાંસ્કૃતિક સમજ વધારવા માટે આ બધા નિર્દેશો અપાયા છે. ‘વિઝિટ બ્રિટન’ના સીઇઓ સેંડી ડાવે કહે છે કે, વિદેશી મહેમાનો વર્ષે ૧૬ અબજ પાઉન્ડથી વધુનો ખર્ચ કરે છે. તેમનું મૈત્રીપૂર્ણ રીતે સ્વાગત કરવાનું જરૂરી છે.’


ભારતીયો જ નહીં, એડવાઇઝરીમાં બધાની ટીકા


જાપાની :

જાપાનીઓ હસે છે ત્યારે તેઓ ખુશ હોય તે જરૂરી નથી. તેઓ ગુસ્સામાં, ઉદાસ અથવા નિરાશ પણ હોઇ શકે છે.

આર્જેન્ટિનિયન :

તેમની મજાકને ગંભીરતાથી ન લો.

હોંગકોંગ :

હોંગકોંગના લોકોને જોઇ પલકારા મારવા નહીં. ત્યાંના લોકો આ બાબતને અસભ્ય માને છે.

અરબી :

અરબ લોકો સામે બોસ બનવાનો પ્રયાસ ન કરો.

દક્ષિણ આફ્રિકા :

દક્ષિણ આફ્રિકાના લોકોની સામે હાથના અંગૂઠાને બે આંગળીઓ વચ્ચે ન લાવ. તેમના માટે આ અશ્લીલતા છે.

બ્રાઝિલ :

બ્રાઝિલના લોકોને તેમની વય અને  પગાર જેવા ખાનગી પ્રશ્નો ન કરો.



 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.