બ્રિટનમાં ભારતીય મૂળના ડોક્ટરને તપાસના નામે છ મહિલા દર્દીઓ સાથે શારીરિક છેડછાડના આરોપ મૂકવામાં આવ્યાં છે, જેના કારણે ડોક્ટરને ગંભીર ધંધાદારી વ્યભિચાર માટે દોષીત ઠેરવવામાં આવ્યાં છે.
સ્થાનિક સમાચાર પત્રમાં જણાવ્યાં અનુસાર પરાગ ભટ્ટ નામના ડોક્ટરે વર્ષ 2007માં પાંચ મહિનાની અંદર મહિલા દર્દીઓની સાથે અશોભનીય વર્તન કર્યુ હતું. ડોક્ટરોની શિસ્ત પેનલે ભટ્ટને ગંભીર ધંધાકીય ગેરવર્તુણૂક માટે દોષીત ઠેરવ્યો છે.
ડોક્ટરોની પેનલે જણાવ્યું હતું કે પરાગ ભટ્ટ દ્વારા કરવામાં આવેલું વર્તન દર્દીઓ સાથેના ડોક્ટરોના વિશ્વાસનું ગંભીર ઉલંઘન છે. ઉલ્લેખનીય છે કે પરાગ ભટ્ટને વર્ષ 2009માં એક ગુન્હાહિત કેમમાં નિર્દોષ કરવામાં આવ્યાં હતા.