વ્યવસાયે શેફ એવા યુવાનની બેઘર લોકો માટેની બિન નફાકારક સંસ્થાની કામગીરી ક્લિક થઇ
એવું વ્યક્તિત્વ કે જેનામાં વિશ્વને રાહ ચિંધવાની કે વિશ્વને બદલવાની તાકાત હોય તેવા લોકોને સીએનએન દ્વારા ‘હીરો ઓફ ધ યર’ ખિતાબ આપવામાં આવે છે તે અંતર્ગત ૨૯ વર્ષના ભારતીય યુવાનની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
ભારતીય શેફ નારાયણન ક્રિષ્નની પસંદગી દસ હજાર નોમિનેશનન્સમાંથી કરવામાં આવી છે, નારાયણ ટોપ ટેન સીએનએનની યાદીમાં સ્થાન પામ્યો છે. આ યાદીમાં અગાઉ ફિલાન્થ્રોપીસ્ટ્સ મોહમ્મદ અલી અને સર રિચાર્ડ બ્રેન્સનની પણ પસંદગી થઇ ચૂકી છે.
જ્યારે ૨૫ નવેમ્બરે, સીએનએન હીરો ઓફ ધ યર જાહેર થશે. ૧૦૦ દેશોમાંથી સીએનએન દર્શકોએ પોતપોતાનો મત આપ્યો હતો.
આ પુરસ્કાર અંતર્ગત દરેક હીરોને ૨૫ હજાર ડોલરનું રોકડ ઇનામ આપવામાં આવે છે. જેને સૌથી વધુ વોટસ મળશે તેને એક લાખ ડોલરનું ઇનામ આપવામાં આવનાર છે.
ટોપ ટેનમાં કોણ સામેલ?
મેગ્નસ મેકફારલેન બેરો (રોજ ૪ લાખ બાળકોને મફત ભોજન)
અકીરા અનુરાધા કોઇરાલા (બાળકોના જાતીય શોષણ અટકાવવા પ્રયત્નશીલ)
નારાયણન ક્રિષ્નન (૧.૨ મિલિયન બેઘર લોકોને ભોજન આપે છે)