વિદેશની ધરતી પર ફરી એક લાલે દેશનું નામ ઉજાળ્યું છે. ભારતીય મૂળના અમેરિકન પ્રોફેસર સુનીલ કુમારની શિકાગો યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત બ્રૂથ સ્કૂલ ઓફ બિઝનેસના ડીન તરીકે પસંદગી કરવામાં આવી છે. સુનીલ કુમાર જાન્યુઆરીથી પોતાનું પદ સંભાળશે. તેનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે.
ઈન્ડિયન ઈસ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરમાંથી અભ્યાસ કરેલા 42 વર્ષીય સુનીલ હાલમાં સ્ટેનફોર્ડ બિઝનેસ સ્કૂલમાં સીનિયર એસોસિએટ ડીન તરીકે ફરજ બજાવે છે. યુનિવર્સિટી ઓફ ઈલિનાયસમાંથી ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગમાં પીએચડી કર્યા બાદ તેમણે 1996માં સ્ટેનફોર્ડ બિઝનેસ સ્કૂલમાં પ્રોફેસર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.
નોંધનીય છે કે સુનીલ પહેલા આઈઆઈટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી નિતિન નોહરિયા પ્રખ્યાત હાવાર્ડ બિઝનેસ સ્કૂલના ડીન બન્યા હતાં.