મલેશિયામાં આજે સવારે થયેલા એક કાર અકસ્માતમાં ભારતીય મૂળના ત્રણ લોકોના મોત નીપજ્યા છે.
સેલાનગોર રાજ્યના લોક વ્યવસ્થા અને વાહનવ્યવહાર પ્રમુખ હુસૈન ઓમર જણાવે છે કે કાર ચલાવનાર ડી. કેવિન્દરન (25) પોતાના બે મિત્રો એસ. તાનસેલન(30) અને દેવનાથન (26)સાથે કારમાં જઈ રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
'ધ સ્ટાર' ન્યુઝપેપરની વેબસાઇટ પાસેથી મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના સવારે 4.45 વાગ્યાની આસપાસ બની હતી અને પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે ડ્રાઇવરના કંટ્રોલ ગુમાવી દેવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.