વિશ્વ કેન્સર દિન
કેન્સર કરોડો વર્ષો જૂની પ્રાણઘાતક બીમારી. તેના ઇલાજ માટે સતત સંશોધન થઇ રહ્યા છે. મેડિકલ સાયન્સ અને વિજ્ઞાનીઓ રાત-દિવસ આ શોધ પાછળ વ્યસ્ત છે. ડોક્ટરો સારવારના નવી રીત-રસમથી કેન્સરને પછાડવામાં વ્યસ્ત છે. તેમણે અત્યાર સુધીમાં શું-શું કર્યું, તેની એક ઝાંખી...
શોધ
આઠ કરોડ વર્ષ પહેલાં ડાયનાસોરના જીવાશ્મિમાં કેન્સરના ચિ જોવા મળ્યા હતા. ૧૬૦૦ વર્ષ ઇસાપૂર્વે મિસ્ત્રમાં ગરમ ચાકુથી કેન્સરગ્રસ્ત ભાગને અલગ કરવામાં આવતો હતો. જોકે, ૧પ૦૦થી વ્યવસ્થિત સારવાર શરૂ થઇ.
૧પ૦૦
ઓટોપ્સીની શરૂઆત
ઓટોપ્સી(મૃત્યુનું કારણ જાણવા માટે શરીરની અંદર કરાતું પરીક્ષણ)નું ચલણ વધ્યું. શરીરના આંતરિક ભાગમાં થતાં કેન્સર અંગે સંશોધન
૧૭પ૦
ધૂમ્રપાન દોષી
નસવારથી થાય છે નાકનું કેન્સર. એ પણ ખબર પડી કે ફેફસાંના કેન્સર માટે ધૂમ્રપાન જવાબદાર
૧૮૯પ
એક્સ-રેની શોધ
રેડિયોએક્ટિવ પદાર્થ, રેડિયમની ખબર પડી. જેનો ઉપયોગ કેટલાક પ્રકારના કેન્સરની સારવાર માટે થાય છે.
૧૯૦૦
રેડિયોથેરાપી
રેડિએશનની મદદથી કેન્સરનો ગ્રોથ અટકાવવા અને કેન્સરને ખતમ કરવાની પદ્ધતિઓની ચકાસણી
૧૯૪૯
ગામા નાઇક
સ્વીડનમાં ગામા નાઇક વિકસિત થયું. આજે આ સૌથી લોકપ્રિય રેડિયોસર્જિકલ ઉપકરણ છે.
૧૯પ૩
હેરેડિટીનો સંબંધ
પહેલીવાર ખબર પડી કે હેરેડિટી પણ કેન્સરનું કારણ બની શકે છે.
૧૯૬૪
વાઇરસ
કેન્સર માટે જવાબદાર ગણાતા વાઇરસ એપસ્ટેન-બારની ખબર પડી
૧૯૮૮
થ્રી-ડી રેડિયોથેરાપી
કેન્સરગ્રસ્ત અંગના આકાર અનુસાર થ્રી-ડી રેડિએશનનો ઉપયોગ
૧૯૯૧
જીન થેરાપી
કેન્સર(મેલાનોમા) માટે સૌપ્રથમ જીન થેરાપીનો પ્રયાસ. ૨૦૦૧માં આંકોજીન્સની ખબર પડી. તેનાથી નવી દવાઓ બનાવવામાં મદદ મળી
૨૦૦૪
બ્રેસ્ટ કેન્સરની દવા
આંતરડાં, ફેફસાં અને સ્તન કેન્સરની સારવાર માટે ઉપયોગી એવી દવા અવાસ્ટિનની શોધ
૨૦૦૭
લિવર કેન્સર
નેક્સાવાર નામની દવાની શોધ, લિવર કેન્સરની એકમાત્ર દવા
૨૦૧૨
બ્રેઇન કેન્સરની સારવાર
મગજમાં થનારા કેન્સરની સારવાર માટે સ્કિન સેલ્સનો ઉપયોગ
ઉપચાર: કઇ છે પદ્ધતિઓ અને આવ્યાં કયાં પરિવર્તનો
કીમિયોથેરપી, રેડિયોથેરપી અને ઇમ્યુનોથેરપી : કેન્સરના ઉપચાર માટે આ ત્રણ પદ્ધતિનો સૌથી વધુ ઉપયોગ થાય છે. કીમિયોથેરપી માટે પહેલાં માત્ર છ દવા હતી. આજે ૪૦થી વધુ હોવાથી આડઅસર ઓછી થાય છે.
સર્જરી : પહેલાં પૂરેપૂરા અંગને કાપવું પડતું હતું. હવે સર્જરી માટે ઘણી એડવાન્સ ટેકનોલોજી આવી ગઇ છે. નવી તકનીકમાં કેન્સરગ્રસ્ત ભાગને જ કાઢવામાં આવે છે.
ઉપચારની અન્ય નવી તકનીક
નોવો ટીટીએફ : બ્રેઇન ટયૂમર માટે. તેમાં લાગેલા ઇલેક્ટ્રોડ દર્દીના માથાના ટયૂમર સુધી લગાવવામાં આવે છે. તેમાં બેટરીમાંથી આવતો પાવર કેન્સરને વધતાં અટકાવે છે.
સોલર : આ સૂર્યપ્રકાશને એબર્સોબ કરીને વીજળીમાં તબદીલ કરશે. તેનાથી માત્ર ટયૂમર જ પ્રભાવિત થશે. સ્વસ્થ ભાગો સલામત રહેશે.
ક્રીમ : સ્કિન કેન્સરના ઉપચારમાં હવે પીડાથી છુટકારો. બેલફાસ્ટની ક્વીન્સ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ તેના માટે એક ક્રીમ બનાવ્યું છે.
ફુલ કૈપ : કીમોથેરપીથી વાળ ઉતરવા લાગે છે. ફુલ કેપ પહેરી રાખવાથી વાળનાં મૂળિયાનું તાપમાન ઓછું રહે છે.મસ્તિષ્કનું તાપમાન ઘટી જતાં ડ્રગવાળું લોહી ત્યાં પહોંચતું નથી. તેના કારણે વાળ નથી ઉતરતા.
અત્યારસુધીમાં બનાવાયા વેક્સિન
- લિવર કેન્સરમાં હેપેટાઇટિસ-બી વાઇરસની રસી જ કામ કરે છે.
- સર્વિક્સ કેન્સર માટે રસી. ૧૩ વર્ષની કિશોરીને પણ લગાડવામાં આવે છે.
- મેટાસ્ટેટિક પ્રોસ્ટેટ કેન્સરના ઉપચાર માટે એક રસી બનાવવામાં આવી છે.
ભારતમાં પ્રથમ તબીબી કેન્સર રસી ચેન્નઇના અદયાર હોસ્પિટલમાં બનાવવામાં આવી રહી છે. તેનું પરીક્ષણ અમેરિકાની સેન મેમોરિયલ કેટરિંગ હોસ્પિટલમાં થશે.
ભાસ્કર એકસપર્ટ પેનલ
ડો. દિગ્પાલ ધારકર, સીનિયર ઓન્કોલોજિસ્ટ, ઇંદોર
પ્રો. શાલિન કુમાર, પી.જી.આઇ. લખનઉ
ડો. વિજય બંસલ, કેન્સર રોગ નિષ્ણાંત, ચંદીગઢ
ડો. રાજગોવિંદ શર્મા, એસએમએસ હોસ્પિટલ, જયપુર
ડો. જિલેસિંહ કુંડૂ, પીજીઆઇ, રોહતક
ડો. અતુલ સમૈયા, કેન્સર હોસ્પિટલ ભોપાલ
આ પ્રસ્તુતિ અંગે તમારા વિચાર હોય તો એસએમએસ કરો- ૦૯૨૨૩૧૭૭૮૯૦ પર. ફેસબુક યૂઝર્સ bhaskar leadership journalism પેજ પર જઇ પ્રતિક્રિયા આપી શકે છે.
Top News
Interesting News
Most Read