Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Bhaskar Gyan
 

10 વર્ષથી ભોજન વગર જીવિત છે સુનીતા!

 
Source: Bhaskar Network, Uchana   |   Last Updated 5:41 PM [IST](26/08/2010)
 
 
 
 
 

ભોજન વગર જીવનની કલ્પના કરવી અશક્ય છે. પરંતુ હરિયાણાના ઉચના ખુર્દ ગામની એક મહિલાની વાત સાંભળીને તમે પણ અચંબામાં પડી જશો કે જે છેલ્લા દસ વર્ષથી કંઈપણ ખાધા વગર જીવી રહી છે. એટલું જ નહી તે ઘરના દરેક કામ પણ સરળતાથી કરી લે છે. સુનીતાના લગ્ન વર્ષ 2000માં હંસપાલ સાથે થયા હતા.

એ સમયે નવી દુલ્હનને પરિવારજનોએ ભોજન પિરસ્યું તો તેણે ખાધુ નહી. ઘરના સભ્યોને એમ લાગ્યું તે શરમાઈ રહી છે એટલે આ વાતને તેઓએ ગંભીરતાથી ન લીધી. ઘીમે ઘીમે ઘણા દિવસો આ રીતે પસાર થઈ જવા છતાં તેણે કંઈ ન ખાતા પરિવારજનો ચિંતિત થઈ ગયા.

સુનીતાની ઉંમર 27 વર્ષ છે. પરિવારમાં તેને બે ભાઈ અને એક બહેન છે. લગ્ન પહેલા તે પોતાના ગામમાં બધુ ખાતી હતી. પરંતુ લગ્ન પછી તેને કંઈ પણ ખાવું સારૂ નથી લાગતું.

હંસપાલે જણાવ્યું હતું કે સુનીતાની આ આદતની તપાસ કરવા માટે પરિવારજનોએ એક વખત નજર રાખી હતી. સાંજે સુનીતાએ કઈ ખાવાનું માંગ્યું ન હતું. સુનીતાને કઈ ખાધા વગર પોતાના દરેક કામ કરતી જોઈને તેની સાસુ પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. નજીકના સગાસબંધીઓ સુનીતાના ખબર અંતર પુછવા માટે તેના ઘરે પણ આવે છે.

ગામના જ જયવીર, સુરેશ રામમેહર અને બલરાજનું કહેવું છે કે જો સુનીતાને કોઈ મોટી બિમારી છે તો સ્વાસ્થ્ય અધિકારી ટીમે ગામની મુલાકાત લઈને તેનો ઈલાજ કરવો જોઈએ.

સુનીતાની સાસુનું કહેવું છે કે તેઓ સુનીતાને લઈને ઘણીવખત હિસાર, કૈથલ અને જીંદની ખાનગી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈ ચુક્યાં છે. પરંતુ ડોક્ટરોને આ કોઈ બિમારી લાગતી નથી. ઘણી વખત સુનીતાને બળજબરીથી રોટલી, દુધ, ચા અને જ્યુસ પિવડાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ તે ઉલટી કરી બધુ બહાર કાઢી નાખતી હતી. સુનીતાને એક બાળક છે જે સામાન્ય છે.

સુનીતાનું કહેવું છે કે ઘણી વખત તે પોતે ખાવા માંગતી હોય છે પરંતુ ઉલટી થઈ જાય છે. તે ઘરનું તમામ કામ કરી લે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે થાક અનુભવે છે.

'સુનીતાના લગ્ન જ્યારથી થયા છે ત્યારથી તે કઈ ખાઈ રહી નથી. તે ઘરના તમામ કામ કરે છે. આસપાસના ગામના લોકો તેને જોઈને આશ્ચર્યમાં છે'- સુમન દેવી, સરપંચ, ઉચના ખુર્દ.

'આવું શક્ય નથી. તેઓ સોમવારે ઉચના એસએમઓને તેની તપાસ માટે મોકલશે કંઈ ખાધા વગર રહેવુ શક્ય નથી, કારણ કે તેનાથી શરિરની તાકાત સમાપ્ત થઈ જાય છે.'- ડો. ઘનકુમાર, ડે. સીએમઓ, જીંદ.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.