ભારતમાં લોકપાલ માટેની ચળવળને બદનામ કરવાની અને તેને ડરાવવા માટે હેતુપૂર્વકના નિર્દય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મનમોહન સિંઘ અને સોનિયા ગાંધી ભ્રષ્ટાચાર સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિની વાત કરે છે. વાસ્તવમાં તેમનો પક્ષ જ ભ્રષ્ટાચારના આરોપોના કઠેડામાં છે. વાસ્તવમાં કોંગ્રેસે તેને કાયદેસર કરી દીધો છે.
-શા માટે મોદીથી ડરે છે સોનિયા ગાંધી ?
-કરૂણાનિધિના પરિવારજનોને હાથ નહીં અડાડવાનો સરકારે સોદો કર્યો છે
-લોકપાલ માટેની ચળવળને બદનામ કરવાની અને તેને ડરાવવા માટે હેતુપૂર્વકના નિર્દય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
એ પણ હાસ્યાસ્પદ છે કે, આ સરકાર ભ્રષ્ટ, જુઠ્ટા અને અસક્ષમ માણસોને બચાવવામાં લાગેલી છે. તેણે કરૂણાનિધિ સાથે સોદો કર્યો છેકે, તેના પરિવારજનોને હાથ નહીં લગાડે. પરંતુ, જે ભ્રષ્ટાચાર મુક્ત છે અને સમૃદ્ધિ તરફ ગમન કરી રહ્યું છે તેને તોડી પાડવા માટે ઝનૂની બની છે. સોનિયા ગાંધીને લાંબા સમયથી ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે અંગત અદાવત છે. તેણી પાસે તિશ્તા સેતલવાડ નામનું ઉપયોગી હથિયાર હતું. જેના માટે બહાર આવી રહ્યું છે કે, તેણીએ સાક્ષીઓને રૂશ્વત આપી હતી, ખોટી એફિડેવિટો દાખલ કરી હતી, અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તિશ્તાની ઉપયોગિતા ખત્મ થવાના આરે છે. આથી તેણી ગમે ત્યારે જેલમાં જઈ શકે છે. આથી કોંગ્રેસે અન્ય હથિયાર સંજીવ ભટ્ટને શોધી કાઢ્યા છે. જે ગુજરાત પોલીસના અધિકારી હતા, જેથી ગોધરાકાંડના કારણે ફાટી નીકળેલા હુલ્લડોમાં નરેન્દ્ર મોદીને સંડોવી શકાય.
કોંગ્રેસ કે ડીએમકે જેવા સાથી પક્ષોના મુખ્યપ્રધાન જે કાંઈ ખુલ્લેઆમ કરે છે, તેની સામે સરકાર આંખો મીંચી દે છે. સરકાર, સીબીઆઈ જેવા તપાસના હથિયારનો ઉપયોગ મોદી સામે કરી રહી છે.
ઉદાહરણ તરીકે સીબીઆઈએ કોર્ટને અરજી કરી હતી કે, જગદીશ ટાઈટલર સામેના કેસ પડતા મુકવામાં આવે. શીખોની હત્યા કરવા માટે નીકળેલાં ટોળાઓનું નેતૃત્વ કરતાં લોકોએ ટાઈટલરને જોયાં છે. વર્ષ 2002માં ગુજરાતમાં હુલ્લડો ફાટી નીખલ્યાં ત્યારે લાપરવાહી વર્તવાનો આરોપ કોંગ્રેસ મોદી પર મુકી રહી છે. મોદી ઉપર આરોપ છે કે,તેમણે સુરક્ષાબળો બોલાવવામાં ઢીલ કરી હતી. પરંતુ, રાજીવ ગાંધીની વાત નથી કરતી, જેણે પણ આવું જ કર્યું હતું. ''જ્યારે મોટું ઝાડ પડે છે, ત્યારે ધરા ધ્રૂજે જ છે.'' રાજીવ ગાંધીના માતા ઈંદિરા ગાંધીની હત્યા તેમના જ અંગરક્ષકો દ્વારા કરવામાં આવી હતી ત્યારે રાજીવ ગાંધીએ આ નિવેદન કર્યું હતું. તેમણે પણ સુરક્ષાબળોને બોલાવવામાં ઢીલ કરી હતી.
ભારતની લોકશાહીના કાયદાકીય સાધનોનો ઉપયોગ ગુજરાતના સૌથી કાયદાપ્રિય, સમૃદ્ધ અને ઓછા ભ્રષ્ટ રાજ્યના મુખ્યપ્રધાનને ભીડવવામાં આવે. એવા મુખ્યપ્રધાનથી રતન ટાટા જેવા ઉદ્યોગપતિઓ પણ પ્રભાવિત છે. જ્યારે લાલુપ્રસાદને બિહાર લૂંટવાની છૂટ આપી દેવામાં આવી હતી, કારણ કે તેઓ સાથી પક્ષ હતા. આ બધું અતાર્કિક છે.
હાલના સમયમાં ભારતના મીડિયા દ્વારા માત્ર 2002ના ગુજરાતના હુલ્લડોને જ ઉછાળવામાં આવે છે. ખૂબ જ સાવચેતી પૂર્વક એ સત્યને મીટાવી દેવામાં આવ્યું છે કે, આ હુલ્લડ 57 હિંદુઓની હ ત્યાના પગલે ફાટી નીકળ્યાં હતા. જેમાં 36 નિર્દોષ મહિલાઓ-બાળકોનો પણ સમાવેશ થતો હતો. જેમને સાબરમતિ એક્સપ્રેસમાં સળગાવી દેવામાં આવ્યા હતા. આ હુલ્લડો એક જ દિવસમાં ફાટી નીકળ્યાં ન હતા. જે લાંબા સમયથી દબાવવામાં આવેલાં ગુસ્સાનું પરિણામ હતું. જેને હિંદુઓની હત્યાએ ચિંગારીનું કામ કર્યું. હિંદુઓનો દોષ માત્ર એટલો જ છે કે, તેઓ માનતા હતા કે, રામ અયોધ્યામાં જનમ્યા હતા.
1980ના દાયકામાં પંજાબમાં ચાલી રહેલી ખાલિસ્તાન ચળવળને ખૂબ જ બળપૂર્વક દબાવી દેવામાં આવી હતી. 'સુપરકોપ' કે.પી.એસ ગીલે ક્રૂરતા પૂર્વક અનેક નક્લી એન્કાઉન્ટરોને અંજામ આપ્યો હતો. જેમાં શીખ અલગતાવાદીઓને ઢાળી દેવામાં આવ્યાં હતાં. આ બધું થયું ત્યારે કેન્દ્રમાં અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી. તે સમયે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. પરંતુ, ક્યારેય તેમની સામે આંગળ ચીંધવામાં આવી ન હતી. આવું એટલા માટે થયું હતું, કારણ કે, ત્રાસવાદીઓનો કોઈ કાયદો નથી હોતો. તેઓ નિર્દોષ લોકોને મારી નાખે છે. આથી જ કેટલીક વખત તેમની સામે નિર્દયી પદ્ધતિઓ અપનાવવી પડે છે.
સોનિયા ગાંધી શા માટે માત્ર મોદીનો જ વિચાર કરે છે? કારણ કે, આગામી સામાન્ય ચૂંટણીઓ દરમિયાન તેમના પુત્ર રાહુલ ગાંધીનો વિકલ્પ માત્ર મોદી જ બની શકે તેમ છે. સોનિયા ગાંધીને તેમની કુશળતા અને ક્રૂરતા માટે દાદ આપવી ઘટે.
સોનિયા ગાંધીના ભારતમાં હિંદુ બનવું સારું નથી. તેના કરતા ક્વોત્રોચ્ચી બનવું સારું છે. જેને સીબીઆઈએ દોષમુક્ત ઠેરવ્યો છે. અથવા તો સોહરાબુદ્દીન બનવું સારું છે. જેના ઘરમાંથી 40 એ.કે.-47 રાયફલો અનેક ગોળીઓ અને ગ્રેનેડ મળી આવ્યા હતા. જેની સામે ચાલીસ કેસો નોંધાયેલા હતા અને પાંચ રાજ્યોની પોલીસ માટે તે વોન્ટેડ હતો. તો ભારત સરકાર દ્વારા તમારી રક્ષા થાય તેવી શક્યતા છે. જ્યારે જે લોકોના દિલમાં દેશની અખંડિતતા છે, તેઓ જેલ જાય છે.
સોનિયા ગાંધીએ જબરદસ્ત તાકત હાંસલ કરી લીધી છે. તેમની નજર કે મૌન જ કાફી છે, જેના પર તેમનું અંતરંગ વર્તુળ કામે લાગી જાય છે. તેમણે ભારતીય લોકશાહીની અનેક સંસ્થાઓનો ધ્વંસ કરી નાખ્યો છે. તેણી મોટાપાયા પર બિનઉયોગી નાણા ધરાવે છે. અથવા એક યા બીજા સ્વરૂપે તેમનું કર્મ તેમની તેમની સામે આવશે.
તમારો મત
શું તમને લાગે છે કે, નરેન્દ્ર મોદીને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે? શું આગામી સામાન્ય ચૂંટણીઓ દરમિયાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે? તમારો મત નીચે આપવામાં આવેલાં પીડબેક ફોર્મ દ્વારા જણાવો.