-ચિદમ્બરમ સામેનો મુખ્ય આરોપ એ હતો કે તેમણે રાજાને તેમની લાઈસન્સીંગ પોલીસી ચાલુ રાખવા દેવા લીલીઝંડી આપી હતી -15 જાન્યુઆરી, 2008ના રોજ વડાપ્રધાનને પાઠવેલી નોંધમાં ચિદમ્બરમે રાજા દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા લાઈસન્સ સ્વીકારવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું -પત્રમાં ચિદમ્બરમે ભૂતકાળને કાયમ માટે દફનાવી દેવાની વાત કરી હતી
નવી દિલ્હીઃ પટિયાલા હાઉસ કોર્ટમાં ખચાખચ ભરેલા રૂમમાં પ્રવેશેલા જજ ઓ.સૈનીએ ચુકાદો આપતા માત્ર એટલું જ બોલ્યા હતા કે‘ધ પીટીશન ઈઝ ડિસમીસ્ડ’ આ ચુકાદો આપવા પાછળનો તેમનો તર્ક એ હતો કે સહ-આરોપી બનાવવા માટે પ્રાથમિક ધોરણે ચિદમ્બરમ વિરૂધ્ધ કોઈ નક્કર પુરાવા ઉપલબ્ધ ન હતા. ચિદમ્બરમ સામેનો મુખ્ય આરોપ એ હતો કે તેમણે રાજાને તેમની લાઈસન્સીંગ પોલીસી ચાલુ રાખવા દેવા લીલીઝંડી આપી હતી.
15 જાન્યુઆરી, 2008ના રોજ વડાપ્રધાનને પાઠવેલી નોંધમાં ચિદમ્બરમે રાજા દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા લાઈસન્સ સ્વીકારવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ પત્રમાં ચિદમ્બરમે ભૂતકાળને કાયમ માટે દફનાવી દેવાની વાત કરી હતી તથા વધારાની સ્પેક્ટ્રમ માટે કરવામાં આવેલી ચૂકવણીને આ સમયગાળા દરમિયાનનો સ્પેક્ટ્રમનો ચાર્જ ગણી લેવા જણાવ્યું હતું. આ જ પત્રમાં જો કે ચિદમ્બરમે ભવિષ્યમાં સ્પેક્ટ્રમની હરાજીની પણ તરફેણ કરી હતી.
સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલો ચુકાદો પણ ચિદમ્બરમને આડકતરી રાહત આપે એવો હતો, આ ચુકાદામાં કોર્ટે જણાવ્યું હતું કે ‘એ.રાજાએ સ્પેક્ટ્રમની ફાળવણી વખતે નાણાં પ્રધાન (ચિદમ્બરમ) કે નાણાં મંત્રાલયના અધિકારીઓની સલાહ લીધી ન હતી.’
તમારો અહીં આપેલા ફીડબેક બોક્સમાં વ્યક્ત કરો તમારો અભિપ્રાય. વાંધાજનક કમેન્ટ્સ દૂર કરી દેવામાં આવશે.