Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Bhaskar Gyan
 

આપણે એક વર્ષમાં ૨૮૫ જવાન ગુમાવ્યા

 
Source: Bhaskar News Network/Agency, New Delhi   |   Last Updated 11:26 PM [IST](01/11/2011)
 
 
 
 
 
-૧૦ વર્ષમાં ઇઝરાયલના ૨૫૨ સૈનિક માર્યા ગયા, આપણે એક વર્ષમાં ૨૮૫ જવાન ગુમાવ્યા
-સલામતી દળના આ જવાનો આપણે માત્ર નકસલવાદી હિંસામાં ગુમાવ્યા છે, આતંકવાદીઓ સામેની લડાઇમાં પણ આપણા જવાન શહીદ થઇ રહ્યા છે


કહેવા માટે તો ઇઝરાયલ વિશ્વના નકશામાં વ્યવસ્થિત રીતે દેખાતું નથી પરંતુ પેલેસ્ટાઇન અને લેબનોન જેવા દેશો સાથેની લડાઇ ઇઝરાયલને હંમેશ ચર્ચામાં રાખે છે. ઇઝરાયલ વર્ષોથી આ દેશો અને હમાસ જેવા ત્રાસવાદી સંગઠન સાથે લડી રહ્યું છે.

આતંક અને નકસલવાદીઓ સામે આપણે પણ લડી રહ્યા છીએ પરંતુ ઢચુપચુ નીતિઓ અને નબળી રાજકીય ઇચ્છાશક્તિને કારણે આપણે આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓનો અંત આણી શકતા નથી. છેલ્લા દસ વર્ષમાં ગાઝા પટ્ટી અને પશ્ચિમી કાંઠે થયેલી લડાઇમાં ઇઝરાયલના માત્ર ૨૫૨ સૈનિક માર્યા ગયા છે જ્યારે આપણે માત્ર નકસલવાદીઓ સામેની લડાઇમાં ૨૦૧૦માં ૨૮૫ સૈનિક ગુમાવી દીધા છે. માત્ર ૧૭૧ નકસલવાદીઓ માર્યા ગયા છે.

હજાર પેલેસ્ટાઇનીઓથી વધુ કિંમતી એક ઇઝરાયલી સૈનિક

ઇઝરાયલે પોતાના એક અપહ્યત સૈનિકના બદલામાં ૧૦૨૭ પેલેસ્ટાઇની કેદીઓને મુકત કરવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયલના રાષ્ટ્રપતિએ પેલેસ્ટાઇની કેદીઓને ઔપચારિક રીતે માફ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેમને એક ઇઝરાયલી સૈનિક સાર્જન્ટ ગિલાડ શાલિતને બદલે છોડવામાં આવી રહ્યા છે. શાલિતનું પાંચ વર્ષ પહેલા ગાઝામાં આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું.

ઇઝરાયલી સૈન્ય શું છે?

-આઇડીએફનું સ્વરૂપ છે
-નાગરિકો માટે સૈન્ય દેશની ઓળખ
- યહૂદી સમાજ માટે સૈન્ય ગણવેશ એક રાષ્ટ્રની જેમ જ છે
-સૈનિકના પકડાવા અંગે એવું રાજકીય દબાણ અન્ય દેશમાં શક્ય નથી
-સૈનિકના મામલે ઇઝરાયલ ભારેમાં ભારે કિંમત ચૂકવવા માટે તૈયાર રહે છે

નિર્ણય અંગે પ્રશ્નો ઊભા થયા

આ નિર્ણયથી ઇઝરાયલની નબળાઇ અને તાકાત બન્ને જાહેર થઇ છે.

તાકાત : સૈન્ય અને તેમના પરિવારવાળાઓને સંદેશ છે કે, સૈનિકની મુક્તિ માટે શક્ય બધા જ પ્રયાસો કરાશે.

નબળાઇ : ભવિષ્યમાં કોઇ પણ અપહરણકર્તાને આ સંદેશ મળ્યો છે કે, ઇઝરાયલ સૈનિકને પકડીને મનફાવે તેટલી કિંમત વસૂલી શકાય છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.