સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર હાલના દિવસોમાં દેશના નેતાઓનું ખૂબ અપમાન કરવામાં આવી રહ્યું છે. પછી તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હોય કે પછી હાલના વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી કેમ ન હોય? ફેસબુક પર આ નેતાઓની પસંદગીની તસવીરો નાખીને તેના પર ભદ્દી કોમેન્ટ કરવામાં આવી રહી છે.
સોનિયા-મનમોહનની એક તસ્વીરનું કેપ્શન કંઈક આવું છે. ‘અજીબ દાસ્તાં હૈ યે...’ તેના પર જે કોમેન્ટ આવી રહી છે, તેનાથી આ નેતાઓની ઈજ્જત તાર-તાર કરી નાખી છે. આ ફોટા પર સુરેશ કુમાર નામના એક યૂજરે લખ્યું છે કે તે પંજાબી અને ઈટાલીના ચુંબનનું મિક્સર છે. તેના પણ ઘણી બીજી કોમેન્ટ પણ છે. જેને અમે વાચકો સામે રજૂ કરીને મર્યાદાભંગ કરવા માંગતા નથી. કારણ કે આ મર્યાદાને તાક પર રાખીને લખવામાં આવી છે. મનમોહન-સોનિયા સિવાય ફેસબુક પર જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધીના ચરિત્ર પર પણ ખૂબ આંગળીઓ ઉઠાવામાં આવી છે.
ફેસબુક પર મહાત્મા ગાંધીની આ ખ્યાતનામ તસવીરને ખોટા કેપ્શન સાથે રજૂ કરવામાં આવી છે. જેમાં ગાંધીજીને બે મહિલાઓ સાથે ચાલતા દેખાડાયા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો અને ચીની કમ જેવા કેપ્શનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો નહેરુ અને એડવિના માઉન્ટબેટનની તસવીરોમાં ભદ્દા કેપ્શન નાખવામાં આવ્યા છે. નહેરુ માટે દમ મારો દમ અને દિલ તો બચ્ચા હૈ જેવી લાઈનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે જ્યારે અમે સાઈબર ક્રાઈમના વિશેષજ્ઞો સાથે વાત કરી તો તેમનું કહેવું હતું કે કોઈપણ યૂજર જો આ પ્રકારનું કૃત્ય કરે છે, તો તેને દંડિત કરી શકાય છે. તેના માટે એક લેખિત અરજી કરવાની હોય છે. ત્યાર બાદ સંબંધિત લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકાય છે. આ સિવાય આઈપી એડ્રેસથી યૂજર્સની ધરપકડ પણ કરી શકાય છે.