Divya Bhaskar
NATIONAL NEWS
Home » National News » Bhaskar Gyan » Visa On Arrival For Visa Free Countries For Indian Passport Holder

આ 71 દેશોમાં જવા માટે ભારતીય લોકોને વિઝાની નથી પડતી જરૂર

divyabhaskar.com | Jan 07, 2013, 09:05AM IST
આ 71 દેશોમાં જવા માટે ભારતીય લોકોને વિઝાની નથી પડતી જરૂર

વિઝાનું નામ પડે અને ગુજરાતીઓનું ધ્યાન ન ખેંચાઇ એવું તો બનતું હશે. વિશ્વના અનેક દેશોમાં ગુજરાતીઓ સ્થાયી થઇ ડંકો વગાડી રહ્યા છે. આ સાથે વિદેશમાં ફરવા જવાનો ચસ્કો પણ ગુજરાતીઓમાં ધીમે ધીમે વધી રહ્યો છે. જોકે, ગુજરાતીઓના આ શોખ આડે વિઝાનો પ્રશ્ન ખૂબ નડી રહ્યો છે. પરંતુ અમે તમને અહીં એવા કેટલા દેશોની યાદી આપીશું, જ્યાં જવા માટે વિઝાની જરૂર પડતી નથી અથવા જે-તે દેશમાં એરપોર્ટ પર ઉતરો એટલે તરત જ વિઝા આપી દેવામાં આવે છે.



ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એશોસિએશન મુજબ  હાલ કુલ 71 દેશો અને પ્રદેશો ભારતીય પાસપોર્ટ હોલ્ડરને અમુક શરતોને આધારે વિઝા-ફ્રી કે વિઝા-ઓન-અરાઇવલની સુવિધા આપે છે. જેમાંથી 33 દેશો વિઝા -અપોન-અરાઇવલ અને 28 દેશો  વિઝા-ફ્રીની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. અમુક દેશો આવી સુવિધા માટે એરપોર્ટ પર જ અમુક ફી લે છે, જ્યારે કેટલાક દેશો તદન મફત આવા વિઝા આપે છે.



વિઝા-ઓન-અરાઇવલની સુવિધા આપતાં અમુક દેશો ભારતીય પાસપોર્ટ હોલ્ડરે બીજા અન્ય કેટલા દેશોની મુલાકાત લીધી છે એ ફેક્ટર પણ ધ્યાનમાં રાખે છે અને એ જ પ્રમાણે નિયમો બનાવે છે. દાખલા તરીકે જો કોઇ ભારતીય નાગરિક યુએસ ગ્રીન કાર્ડ ધરાવતો હોય તો તેને કેનેડામાં ટ્રાવેલ માટે કોઇ વિઝાની જરૂર પડતી નથી. તેવી જ રીતે જો કોઇ ભારતીય નાગરિક જાપાનના વિઝા ધરાવતો હોય તો તેને સાઉથ કોરિયાના ટ્રાવેલ કે શોર્ટ બિઝનેસ ટિપ્સ માટે અલગથી વિઝા લેવાની જરૂર પડતી નથી. બીજું એ કે ભારતીય નાગરિકને નેપાળમાં ટ્રાવેલ કે વર્ક માટે કોઇ વિઝાની જરૂર રહેતી નથી.



કેટલા દેશો ભારતીય પાસપોર્ટધારકને આપે છે વિઝા-ઓન-અરાઇવલ? રસપ્રદ વિગતો જાણવા તસવીરો બદલતાં જાવ...

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
8 + 7

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment