કેન્દ્ર સરકારના કૃષિપ્રધાન શરદ પવાર પર ગુરૂવારે નવીદિલ્હીના એનડીએમસી ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. હરવિન્દર સિંઘ નામના એક શખ્સે લાફો ચોડી દીધો હતો. મીડિયાની સાથે વાતચીત કરીને શરદ પવાર આગળ વધી રહ્યો હતો.
હરવિન્દર સિંઘ નામના આ યુવકે કેટલાક દિવસ પહેલા પૂર્વ ટેલિકોમ પ્રધાન સુખરામ ઉપર પણ હુમલો કર્યો હતો. જો કે, તેને સુખરામે માફ કરી દીધો હતો. નવીદિલ્હીની એક કોર્ટના પરિસરમાં જ લાફો માર્યો હતો.
(વીડિયો સૌજન્ય – સ્ટાર ન્યૂઝ )