- 30 જાન્યુઆરીના રોજ ગાંધીજીને મરાઇ હતી ત્રણ ગોળીઓ
- મે, 1934 અને સપ્ટેમ્બર 1944માં ગાંધીજીની હત્યાની થઇ ચૂકી હતી કોશિષ
- નાથુરામ ગોડસેએ કરી હતી ગાંધીજીની હત્યા
- હત્યા થઇ તે સમયે ગાંધીજી જઇ રહ્યા હતા સંધ્યાકાલીન પ્રાર્થના માટે
મહાત્મા ગાંધી કે જેને દેશ બાપૂના નામે સંબોધિત કરે છે તે દરરોજ સાંજે પ્રાર્થના કરતા હતા. 30 જાન્યુઆરી 1948ના રોજ જ્યારે તેઓ સંધ્યાકાલીન પ્રાર્થના માટે જઇ રહ્યા હતા ત્યારે નાથુરામ ગોડસે નામના શખ્સે પહેલા તેના ચરણ સ્પર્શ કર્યા અને પછી સામે આવીને તેને ત્રણ ગોળીઓ મારી. તે સમયે બાપૂ પોતાના સંબંધીઓ અને અનુયાયીઓથી ઘેરાયેલા હતા.
નાથુરામ આ પહેલા પણ બાપૂની હત્યાની (મે, 1934 અને સપ્ટેમ્બર 1944)માં કોશિષ કરી ચૂક્યો હતો પરંતુ નિષ્ફળ રહ્યા બાદ તે પોતાના મિત્ર નારાયણ આપ્ટે સાથે મુંબઇ પરત ચાલ્યો ગયો હતો. આ બન્નેએ દત્તાત્રેય પરચૂરે અને ગંગાધર દંડવતે સાથે મળી બેરેટ્ટે નામની પિસ્તોલ ખરીદી હતી. આ બન્ને 29 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હી પરત આવ્યા હતા અને દિલ્હી સ્ટેશનના રિટાયરીંગ રૂમ નંબર 6માં રોકાયા હતા.
30 જાન્યુઆરી 1948ની સાંજે જ્યારે મહાત્મા ગાંધી પ્રાર્થના માટે જઇ રહ્યા હતા ત્યારે ગોડસેએ તેને રોકવાની કોશિષ કરી જેના લીધે ગાંધીજીને ટેકો આપીને લઇ જતી એક મહિલાએ ગોડસેને કહ્યું "ભાઇ, બાપૂને પહેલેથી જ ઘણું મોડું થઇ ચૂક્યું છે." આટલું બોલાતા જ ગોડસેએ તે મહિલાને ધક્કો માર્યો અને પિસ્તોલ ગાંધીજી સામે તાકીને એક પછી એક એમ ધડાધડ ત્રણ ગોળીઓ છોડી દીધી.
બાપૂની હત્યા બાદ નંદલાલ મહેતા દ્વારા નોંધાવાયેલી એફઆઇઆર પ્રમાણે તેમના મોંમાંથી નીકળેલા અંતિમ શબ્દો હે રામ હતા. એ વાતની કોઇ માહિતી નથી મળી રહી કે ગોળીઓ મરાયા બાદ શા માટે ગાંધીજીને હોસ્પિટલ ન લઇ જવાતા સીધા જ બિરલા હાઉસમાં પરત લઇ જવાયા હતા.
અહીં રજૂ કર્યો છે એક ફિલ્મમાં દર્શાવાયેલા આ ઘટનાનો વીડિયો.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.