Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Latest News >> National
 

વિહિપે ભગવા આતંકવાદ મુ્દ્દે ચિદમ્બરમની ટીકા કરી

 
Source: Agency, New Delhi   |   Last Updated 3:17 PM [IST](02/09/2010)
 
 
 
 
 
વિશ્વ હિંદુ પરિષદે કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમની ભગવા આતંકવાદ સંદર્ભેની ટિપ્પણી પર તેમની ટીકા કરી છે. વિશ્વ હિંદુ પરિષદે ચિદમ્બરમ આ મુદ્દે માફી માગે તેવી માગણી પણ કરી છે.

વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ તોગડિયાએ કહ્યું છે કે ગૃહમંત્રીએ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માગવી જોઈએ. જો ગૃહમંત્રી એવું ન કરે તો વડાપ્રધાને તેમને મંત્રીમંડળમાંથી હટાવી દેવા જોઈએ.

જન્માષ્ટમીના અવસરે એક શોભાયાત્રાને લીલી ઝંડી દેખાડીને રવાના કરતી વખતે તેમણે અયોધ્યામાં રામ મંદિર બનાવવાની વિશ્વ હિંદુ પરિષદની પ્રતિબદ્ધતા ફરી એક વખત જાહેર કરી હતી.

તોગડિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે વિશ્વ હિંદુ પરિષદ દ્રઢપ્રતિજ્ઞ છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજીત આ યાત્રામાં ગુજરતાના નાણાંમંત્રી વજુભાઈ વાળા અને સાંસદ વિજય રૂપાણીએ પણ ભાગ લીધો હતો.







 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.