Advertisement
Home >> National News >> Bhaskar Gyan >> Vatican City : Book On Power, Fight And Corruption

વેટિકનનો ઘટસ્ફોટ : સતા,સંઘર્ષો અને ભ્રષ્ટાચાર અંગે પુસ્તક

Howard Business Review | Jun 17, 2012, 07:22AM IST
 
 


વેટિકન, ઇટાલીથી મળેલા દસ્તાવેજો પર આધારિત એક નવા પુસ્તકમાં પોપ બેનેડિક્ટ ૧૬માના શાસન દરમિયાન આ પવિત્ર સ્થાને છેડાયેલા સત્તા સંઘર્ષો અને ભ્રષ્ટાચારના આરોપોની વિગતો અપાઈ છે. વેટિકનના બે કર્મચારીઓ પર પુસ્તકના લેખકને માહિ‌તી આપવાની શંકા છે.


આ છે - એટ્ટોરે ગોટ્ટી ટેડેસ્ચી - વેટિકન બેંકના માજી ડિરેક્ટરે બેંકને યુરોપિયન યુનિયનના નાણાકીય પારદર્શકતાના નિયમોના દાયરામાં લાવવાના પ્રયાસોનું નેતૃત્વ કર્યું હતું. પુસ્તક પ્રકાશન થયાના થોડાક દિવસ પછી બેંકના બોર્ડે તેમને કાઢી મૂક્યા હતા. પાઓલો - પાવલેટ્ટો- ગેબ્રિએલે - તેઓ પોપના રસોઇયા હતા. ૨૩ મેના રોજ વેટિકન સિટીમાં તેમના એપાર્ટમેન્ટથી પોપ સાથે સંબંધિત ગુપ્ત દસ્તાવેજ મળ્યા પછી સુરક્ષા ગાર્ડ્સે તેમની ધરપકડ કરી હતી.


બજાર તૂટી પડવાનું રહસ્ય ૪ જૂને શાંઘાઇ કંપોઝિટ સૂચકાંક ૬૪.૮૯ ક નીચો જતાં ચીનની સરકારી તંત્રમાં હોબાળો મચી ગયો. આ વિચિત્ર ઘટના ૨૩ વર્ષ પહેલાં ૪ જૂન, ૧૯૮૯ના થ્યેન આનમન ચોકના લોકતંત્ર સમર્થકોના દમનની તારીખ પર પ્રકાશ પાડી રહી છે. જેના કારણે બ્લોગ પર પ્રતિક્રિયાઓની ભીડ જામી હતી. તાકીદે સેન્સરોએ સ્ટોક માર્કેટ, શાંઘાઇ કંપોઝિટ ઇન્ડેક્સ, શાંઘાઇ સ્ટાફ માર્કેટ જેવા શબ્દોની ઓનલાઇન સર્ચ બ્લોક કરી દીધી.


કોફીના દીવાના..સ્કેન્ડિનેવિયાઇ દેશોમાં વધુ કોફી પીવાનું કારણ શું છે. સ્ટોકહોમ યુનિવર્સિ‌ટીના પ્રોફેસર જેકબ ઓસ્ટબર્ગ જણાવે છે કે અહીં ખૂબ જ ઠંડી પડે છે. કોફી પીવાની શરીરમાં સ્ફૂર્તિ‌ આવે છે. સ્વીડનમાં કર્મચારીઓનાં કોન્ટ્રાક્ટમાં પણ કોફી બ્રેકનો ઉલ્લેખ હોય છે.


સૌથી વધુ કોફી પીનારા દેશ ફિનલેન્ડ -૧૨, ર્નોવે-૯.૯, આઇસલેન્ડ-૯, નેધરલેન્ડ -૮.૪, સ્વીડન -૮.૨ (પ્રતિ વ્યક્તિ, પ્રતિ વર્ષ વપરાશ કિલોમાં)


જૂના દુશ્મન સાથે દોસ્તી વિયેતનામ યુદ્ધ દરમિયાન ગુમ થયેલા ૧,૨૮૪ અમેરિકી સૈનિકોના અવશેષોને શોધવા માટે અમેરિકી સંરક્ષણમંત્રી લિયોન પનેટા અને વિયેતનામી સંરક્ષણમંત્રી ફૂઆંગ કુઆંગ થાન વચ્ચે સમજૂતી થઇ. જે અનુસાર અમેરિકનોને વિયેતનામમાં ત્રણ પ્રતિબંધિત સ્થળો પર ખોદકામની પરવાનગી મળી. અમેરિકા તેના જૂના દુશ્મન સાથે સૈન્ય સહયોગ વધારવાનો રસ્તો શોધી રહ્યું છે.


- ક્લિઓ બ્રાક - અબ્રાહમ, હેબા હસન, નિહારિકા મંધાના


 
 
 

Your Opinion
 
 
Code:
8 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment