અંબાણી ભાઈઓમાં મોટા મુકેશ અંબાણીએ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે રોકાણની યોજના કર્યા બાદ કેટલાય મોટા ઔદ્યોગિક જુથો આ લાઈનમાં આવી ગયા છે. તાજેતરમાં મંગલમ બિરલાએ આ પહેલ કરી છે.
બિરલાએ આ મામલે માનવસંસાધન મંત્રી કપિલ સિબ્બલ સાથે વાત કરી છે. માનવામાં આવે છે કે ઔદ્યોગિક જુથો સાથે મળી ઉચ્ચ શિક્ષણને વિસ્તારવાની સિબ્બલની યોજનામાં બિરલા પણ સહભાગી બનશે. ઔદ્યોગિક જુથો તરફથી મળી રહેલા સાથસહકારથી સિબ્બલ પણ ઉત્સાહિત છે.
કહેવાય છે કે માનવસંસાધન મંત્રી કપિલ સિબ્બલ ઉદ્યોગજગતને રાહત આપવા પણ તૈયાર છે અને તેમનું આ વલણ ઓળખીને જ ઔદ્યોગિક જુથોએ પોતાના તરફથી રસ દાખવવાનું શરૂ કરી દીધું છે.