આ ત્રણ ઉપાયો વડે બધાને વિશ્વાસ અપાવો
Bhaskar Network
| Aug 04, 2012, 22:34PM IST

- જણાવો કે બદલામાં શું મળશે?
લોકો એ જ કામ કરવા વધુ ઈચ્છુક હોય છે કે જેમાં તેમને લાગે કે આ અહેસાનનો બદલો ચુકવાશે. આથી એક ઉદ્યોગપતિ તરીકે પોતાના રોકાણકારો કે અન્ય હિસ્સેદારોને નાનું
પેકેજ, રાહત કે ડિસ્કાઉન્ટ આપો. તેમને તેમનો વ્યવસાય બહેતર બનાવવા સૂચન કરો. તેમાંથી કેટલાક લોકો ગ્રાહક બનવાનો નિર્ણય લઈ શકે છે.
- તમામની સંમત્તિ જરૂરી
મોટાભાગના લોકો કોઈ ઉત્પાદનની ઉપયોગિતા કે તેની તરફના લગાવ માટે બીજા લોકોની સલાહ લે છે. ઉદાહરણ તરીકે એક લેખક એક પુસ્તક લખતા સમયે જે તે વિષય સંબંધિત પ્રતિષ્ઠિત લોકોની સલાહ મેળવે છે અને પુસ્તકમાં તેની નોંધ કરવાનું પણ જણાવે છે. નિશ્વિતપણે પુસ્તકના ભાવિ વાચક તેને વધુ અધિકાર સાથે જજ કરે છે.
- વિચારવા પર મજબૂર કરો
તમે લોકોને તેમના ઉત્પાદન કે સેવાની રજુઆત કરતા સમયે તેમને બાંધી રાખવા અલગ વ્યૂહરચના અપનાવી શકો છે. જેમ કે ડિસ્કાઉન્ટના સ્થાને ઉત્પાદનની કિંમત વધારી દેવી. ડાયમન્ડ ઉદ્યોગે તેવું જ કર્યું છે. હિરો દુર્લભ રત્ન નથી પણ મોટા પાયે કરેલા જાહેરાત પ્રચારને કારણે લોકોને વિચારવા મજબૂર કર્યા કે ‘દુર્લભ હિરો સદા માટે.’





