જો તમે રેલવેમાં મુસાફરી કરી રહ્યાં છો અને રાત્રે મળતા ધાબળાનો ઉપયોગ કરો છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. તમારે ધાબળાનો ઉપયોગ સમજી વિચારીને કરવો અન્યથા તમને શ્વાસનો રોગ થઈ શકે છે.
-એસી કોચમાં ધાબળાનો ઉપયોગ સાચવીને કરજો નહીંતર....
-કાશી હિન્દુ યુનિવર્સિટીના વિશેષજ્ઞની ચેતવણી -થઈ શકે છે શ્વાસના રોગ
કાશી હિન્દુ યુનિવર્સિટીના તબીબ વિજ્ઞાન સંસ્થાનના છાતીના રોગના નિષ્ણાત પ્રો. એસ કે અગ્રવાલના કહેવા પ્રમાણે, ટ્રેનમાં ઉપયોગમાં લેવામાં આવતા ધાબળાની નિયમિત સફાઈ થતી નથી. તથા તેને તડકામાં સૂકવવામાં નથી આવતા. જેના કારણે તેમાં વિષાણુ એકઠાં થઈ જાય છે. જે તડકો ન મળતા પાંગરે છે.
અગ્રવાલના મતે, આ ધાબળાનો ઉપયોગ કરતા મુસાફરોમાં શ્વાસના રોગ થવાની શક્યતા વધી જાય છે. તેમણે ઉમેર્યું હતું કે, માત્ર ટ્રેનમાં જ નહીં પરંતુ ઘરમાં પણ ઉનના ધાબળા અને વસ્ત્રોનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. શિયાળો આવી રહ્યો છે ત્યારે તડકે સૂકવીને જ સ્વેટર તથા ધાબળા વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.
તમારો મત
શું તમને લાગે છે કે, આ લેખ માહિતીપ્રદ હતો? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.