- અધિકારીઓએ કલાકોની મહેનત બાદ માંડ-માંડ નીચે ઉતાર્યો, જુઓ તસવીરો
એક પાગલ યુવકે વીજ લાઇનના થાંભલા પર ચઢી જઇ વિરૂગીરી દેખાડી. જેના પગલે પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. પોલીસે તેને હનુમાન ચાલીસાની ચોપાઇઓ સંભળાવી ત્યારે માંડ-માંડ તે નીચે ઉતર્યો હતો.
રમૂજી કે ગંભીર જે ગણો તે પરંતુ આ ઘટના બની હતી રાજસ્થાનના અજમેરના ચાપાનેરી ગામમાં. સોમવારે એક પાગલ યુવક વીજળીની 400 કે.વી.ની હાઇટેન્શન લાઇન સાથે જોડાયેલા થાંભલા પર ચઢી ગયો. થાંભલા પર બેસીને તે જોરશોરથી જય ગુરૂદેવના નારા લગાવવા માંડ્યો. તેનો અવાજ સાંભળીને આજુબાજુના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા અને તેને નીચે ઉતરવા સમજાવ્યો પરંતુ કલાકોની સમજાવટ બાદ પણ તે ન માનતા લોકોએ છેવટે પોલીસ અને તંત્રને જાણ કરી.
લોકોએ કરેલી જાણના પગલે મામલતદાર, ડીવાયએસપી, પીઆઇ, ભાજના નેતા સહિતના મોટામાથાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને પાગલ યુવકને નીચે ઉતરવા માટે સમજાવ્યો પરંતુ તેણે કોઇની વાત ન માની અને જય ગુરૂદેવ, ભૈરૂજી મહારાજની જય જેવા નારા લગાવતો રહ્યો.
પાગલ યુવકે થાંભલા પરથી બેઠા-બેઠા જ નીચે રહેલા ઉચ્ચ અધિકારીઓને પણ જય ગુરૂદેવના નારા લગાવવા માટે મજબૂર કરતો રહ્યો. અધિકારીઓએ કલાકો સુધી જય ગુરૂદેવના નારા લગાવ્યા તો પણ તે ન માન્યો છેવટે અમુક અધિકારીઓએ તેને હનુમાન ચાલીસાની ચોપાઇઓ સંભળાવી બાદમાં તે નીચે ઉતર્યો હતો.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.