ભારતના સેનાધ્યક્ષની ઉંમરના વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં જનરલ સિંહની અરજી કાઢી નાખી હતી. જેના પગલે 24 થી 48 કલાકની અંદર જનરલ સિંહ રાજીનામું આપી શકે છે. આ પહેલા સરકારે પારોઠના પગલા ભર્યા હતા. આ પહેલા જનરલ વી. કે. સિંહની જન્મ તારીખ 10 મે 1951ના બદલે 1951 ગણવાના આદેશને પાછો ખેંચી લીધો હતો. જેને જનરલ સિંહની નૈતિક જીત તરીકે જોવામાં આવે છે.
-સરકાર તેના તા. 21 અને તા. 22 જુલાઈના ગત વર્ષના આદેશ પર અફર
-એટર્ની જનરલ જીઈ વહાણવટીએ જણાવ્યું
-તમારી જન્મ તારીખ મુળતઃ 10 મે 1951
-તમારી પ્રમાણિકતા અંગે અમને કોઈ શંકા નથી
શું કહ્યું એટર્ની જનરલે?
સરકારના એટર્ની જનરલ વહાણવટીએ કહ્યું હતું કે, સર્વિસ રેકોર્ડ પર તેમની જન્મ તારીખ પર 10 મે 1950 રહેશે. ઉપરાંત ખાતરી આપવામાં આવી છે કે, જનરલની વરિષ્ઠતા પર કોઈ અસર નહીં પડે. જનરલ સિંહના કહેવા પ્રમાણે, તેમની જન્મ તારીખ 10 મે 1951 રહેશે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, સરકારને જનરલની કાર્યક્ષમતા અને ઈમાનદારી પર પૂરો ભરોસો છે. તેઓ દેશની સેનાનું નેતૃત્વ કરી શકે છે.
જનરલ સિંહના વકીલની પત્રકાર પરિષદ
ત્યારે જનરલ સિંહના વકીલે કોર્ટ પરીસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સન્માનજનક અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા થઈ હતી. વર્ષ 1 મે 1950ની તારીખ માત્ર સર્વિસ રેકોર્ડ પૂરતી મર્યાદિત રહેશે. આ અરજી ટેન્યોરને લંબાવવા માટે ન હતી.
આ પહેલા શું થયું
સુપ્રીમ કોર્ટે જનરલ સિંઘને પણ કેટલાક અણીયારા સવાલ પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે અગાઉની સુનાવણી વખતે કહ્યું હતું કે, તા. ત્રીસ ડિસેમ્બરના સરકારના આદેશને તેઓ રદ્દ કરે કે કેમ? અન્યથા આ આદેશ રદ્દ કરવાની તેમને ફરજ પડશે. જેના પગલે સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તા. 30 ડિસેમ્બરનો આદેશ પાછો ખેંચી લીધો છે. એટર્ની જનરલ જીઈ વહાણવટીએ જણાવ્યું હતું કે, સરકાર તેના તા. 21 અને તા. 22 જુલાઈના ગત વર્ષના આદેશ પર અફર છે.
જનરલ સિંહના કહેવા પ્રમાણે, તેમની જન્મતારીખ 10 મે 1951 છે. જ્યારે સંરક્ષણ વિભાગના કહેવા પ્રમાણે, તે 10 મે 1950 છે. જેના કારણે આ વિવાદ સુપ્રીમ કોર્ટના દ્વાર સુધી પહોંચ્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટે જનરલને પણ કેટલાક વેધક સવાલ પુછ્યા છે. જેમાં પુછવામાં આવ્યું છે કે, શું તેમણે યુપીએસસીમાં દસ્તાવેજો સુધરાવેલા છે? સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તમારી પ્રમાણિકતા અંગે અમને કોઈ શંકા નથી. પરંતુ તે આ અંગે ગૌણ છે. તમારી જન્મ તારીખ મુળતઃ 10 મે 1951 છે.
સુપ્રીમ કોર્ટે જનરલ સિંહને કહ્યું છે કે, તેઓ આ સંજોગોમાં દરમિયાનગીરી કરી શકે તેમ નથી. મોટાભાગના અગત્યમાં દસ્તાવેજોમાં જન્મ તારીખ 10 મે 1950 નોંધવામાં આવેલી છે. મળતી માહિતી પ્રમાણે, કોર્ટે આ અંગેનો નિર્ણય સરકાર પર છોડ્યો છે અને પરસ્પર ચર્ચા કરીને આ નિર્ણય લઈ લેવો જોઈએ. પોતાની અરજીમાં જનરલ સિંહે અનેક વખત નોંધ્યું છે કે, તેઓ જન્મ તારીખ અંગે સરકારના નિર્ણયને માન્ય રાખશે. લંચ બાદ સુપ્રીમ કોર્ટની બેન્ચ ફરી મળશે.
જનરલ સમક્ષ વિકલ્પો
-તેઓ રાજીનામું ધરી દે
-સરકાર તેમનું રાજીનામું નકારી કાઢે
-જનરલ સિંહ તા. 10 મે 1912 સુધી સેવા આપે
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.