- ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતીનું નિવેદન
- રાહુલ ગાંધીએ પોતાનું અપમાન કર્યું હોવાનો લગાવ્યો આરોપ
- રાહુલે કહ્યું હતું કે ઉમાને મધ્યપ્રદેશમાંથી ભગાડાયા તો ઉત્તરપ્રદેશમાં આવી ગયા
- લખનૌમાં બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉમા ભારતીના રાહુલ પર પ્રહાર
ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતીએ કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી પર ફરી એકવાર નિશાન તાક્યું છે. લખનૌમાં શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ઉમાએ કહ્યું કે "રાહુલે મારૂં અપમાન કર્યું છે. તેણે મારા માટે અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો છે. રાહુલ ગાંધી ચાંદીની ચમચી લઇને પેદા થયા છે. રાહુલ ઘણા વડાપ્રધાનના સંબંધી છે. હું ગરીબ પરિવારની પુત્રી છું. સંઘર્ષનું રાજકારણ કર્યું છે. પક્ષ છોડ્યો પરંતુ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે ક્યારેય સમજૂતિ નથી કરી. મેં તિરંગા માટે મુખ્યમંત્રીપદ છોડ્યું છે." કેટલાક દિવસો પહેલા બાંદામાં એક જાહેરસભામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ઉમા ભારતીને મધ્યપ્રદેશમાંથી ભગાડાયા તો ઉત્તરપ્રદેશમાં આવી ગયા. આ અંગે ટિપ્પણી કરતાં ઉમાએ કહ્યું કે મારા પર ટિપ્પણી કરતાં પહેલા રાહુલે પોતાની માતાનું બેકગ્રાઉન્ડ યાદ રાખવું જોઇએ.
સલમાન રશ્દીના પ્રતિબંધિત પુસ્તક સેતાનિક વર્સિસ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ કહ્યું કે "તે પુસ્તકમાં હનુમાનજીનું પણ અપમાન કરાયું છે પરંતુ અમે ક્યારેય તેના પર વિવાદ નથી કર્યો. કોઇપણ લેખક અથવા સાહિત્યકારને અભિવ્યક્તિની આઝાદી ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી તે સામેવાળાનું અપમાન ન કરે."
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.