Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Latest News >> National
 

ભગવાન માટે ૫૨,૦૦૦ કરોડનો વીમો

 
Source: Agency, Hyderabad   |   Last Updated 12:22 AM [IST](04/09/2010)
 
 
 
 
 
ભગવાન સૌનું રક્ષણ કરે છે એમ તો સાંભળ્યું જ હશે પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે ભગવાને પણ પોતાની સુરક્ષા માટે વીમા કંપનીનો આશરો લેવો પડે છે? વાસ્તવમાં વિશ્વમાં સૌથી ધનાઢÛ ભગવાન કહેવાતા તિરુપતિ બાલાજીનાં આભૂષણો માટે R ૫૨,૦૦૦ કરોડનો વીમો ઉતારવાની તૈયારીઓ ચાલી રહી છે.

તિરુપતિની સંપત્તિની સુરક્ષા માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે ભગવાન વેંકટેશ્વરનાં કિંમતી આભૂષણોનો R ૫૨,૦૦૦ કરોડનો વીમો ઉતારવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશનું કુલ બજેટ એક લાખ કરોડ રૂપિયા છે અને વીમાની રકમ તેના કરતાં લગભગ અડધી છે. વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરે દરરોજ અંદાજે ૭૦ હજારથી વધારે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ મંદિરમાં દર મહિને માત્ર ચઢાવા પેટે રૂપિયા નવ કરોડથી વધારે આવક થાય છે. આ ઉપરાંત પ્રસાદ અને ટિકિટના વેચાણ અને હરાજીમાંથી પણ ઘણી મોટી આવક થાય છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર આ મંદિરમાં ૨૦ ટનથી વધારે વજનના સોના અને હીરાના દાગીના છે. તે પૈકી કેટલાંય આભૂષણો તો ૧૨મી સદી પહેલાંનાં પણ છે. ગત વર્ષે કર્ણાટકના એક મંત્રી જનાર્દન રેડ્ડીએ ભગવાના તિરુપતિ બાલાજીને R ૪૨ કરોડનો હીરાજડિત મુગટ ભેટ ધર્યો હતો. આ તમામ કિંમતી આભૂષણોની સુરક્ષા માટે મંદિરના બોર્ડે R ૫૨,૦૦૦ કરોડનો વીમો ઉતારવાનો નિર્ણય લીધો છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.