ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી ફરી એક વખત આજે બિહારથી ભ્રષ્ટાચારની વિરુદ્ધ જન ચેતના યાત્રા શરૂ કરી રહ્યાં છે. આ અગાઉ પણ અડવાણી ઘણી યાત્રાઓ કરી ચૂક્યાં છે. અહીં પ્રસ્તુત છે તેમણે અત્યાર સુધી યોજેલી યાત્રાઓની વિગતવાર માહિતીઃ
25મી સપ્ટેમ્બર 1990
અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે અડવાણીએ સોમનાથ થી અયોધ્યા સુધીની યાત્રા યોજી હતી.
11મી સપ્ટેમ્બર 1993
બંધારણના 80માં સુધારા અને લોક પ્રતિનિધિ બિલની સામે અડવાણીએ જનાદેશ યાત્રાનું આયોજન કર્યું હતું.
18મી મે 1997
ભારતની 50મો સ્વાતંત્ર્ય દિન ઉજવવા માટે અડવાણીએ સ્વર્ણ જયંતી રથયાત્રાનું આયોજન કર્યું હતું.
10મી માર્ચ 2004
'ઇન્ડિયા શાઇનિંગ' કાર્યક્રમ હેઠળ સામાન્ય ચૂંટણીઓને ધ્યાન પર રાખીને અડવાણીએ ભાજપ તરફી લોકમત ઉભો કરવા માટે ભારત ઉદય યાત્રાનું આયોજન કર્યું હતું.
6 એપ્રિલ 2006
યૂપીએ સરકાર ત્રાસવાદ નાબૂદ કરવામાં ગંભીર નથી તે અંગે લોકજુવાળ ઉભો કરવા માટે અડવાણીએ ભારત સુરક્ષા યાત્રાનું આયોજન કર્યું હતું.