Advertisement
Home >> National News >> Latest News >> National >> Three Ambedkar Statues Vandalised In UP

હવે આમ્બેડકરની મૂર્તિનું શિરચ્છેદ, બસપાએ મચાવ્યો હંગામો

Agency, Azamgarh | Jul 28, 2012, 16:54PM IST
 
 


બસપાના કાર્યકર્તાઓએ જિલ્લામાં વિરોધ પ્રદર્શન કર્યા અને રસ્તોજામ કર્યો


લખનૌમાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની મૂર્તિનું સર કલમ કર્યા બાદ હવે આજમગઢમાં ભીમરાવ આંબેડકરની અલગ-અલગ સ્થળો પર લગાવાયેલી ત્રણ મૂર્તિનું શિરચ્છેદ કરવામાં આવ્યું. મૂર્તિઓ તોડવાની ઘટના બાદ બસપાના કાર્યકર્તાઓએ જિલ્લામાં વિરોધ પ્રદર્શન કર્યા અને રસ્તોજામ કર્યો છે. પોલીસે જણાવ્યાનુસાર, શુક્રવારે રાત્રે આંબેડકરની મૂર્તિનું માથુ તોડી મહેનગર વિસ્તારના કટાત ગામે ફેંકી દેવામાં આવ્યું. નવી પલિયા અને જિયાસાથ ગામમાં પણ આંબેડકરની પ્રતિમાઓને નુક્સાન પહોંચાડવામાં આવ્યું છે.


જ્યારે સ્થાનીક લોકોને આ ઘટના અંગે પૂછવામાં આવ્યું તો બસપા કાર્યકર્તાઓ સાથે મળીને ચાર કલાક સુધી મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યો હતો. જિલ્લાના વરિષ્ઠ અધિકારી દ્વારા નવી મૂર્તિ લગાવવા અને આરોપીઓની ધરપકડ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યા બાદ તેઓ માર્ગ પરથી ખસ્યા હતા.


ગુરુવારે ઉત્તર પ્રદેશ નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની લખનૌના ગોમતીનગર સ્થિત ભીમરાવ આંબેડકર સામાજિક પરિવર્તન સ્થળમાં લગાવાયેલી મૂર્તિનું માથુ ધડથી અલગ કરી નાંખ્યું હતું.





 
 
 

Your Opinion
 
 
Code:
4 + 7

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment