બૌદ્ધ ધર્મના ધાર્મિક અનુષ્ઠાન કાલચક્ર પૂજામાં સામેલ થવા માટે તિબેટના ધર્મગુરૂ બિહારના બોધ ગયા પહુંચ્યા હતા. તિબેનટના અધિકારીઓ અને પોલીસે જણાવ્યું હતું કે, ચીનના એજન્ટો તરફથી દલાઈ લામાના જીવ પર ખતરો હોવાની આશંકાના પગલે દલાઈ લામાની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
કાલચક્રની આયોજન સમિતિના મીડિયા અધિકારી લોબસાંગ ચોએડકના કહેવા પ્રમાણે, લાચક્રના પૂજા સ્થળ અને મઠ ઉપરાંત અંદર અને આજુબાજુના વિસ્તારમાં દલાઈલામાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે, નિર્વાસિત તિબેટ સરકારના અધિકારીઓ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે, ચીનના એજન્ટોથી સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે, તેઓ કાલચક્ર પૂજા દરમિયાન તેઓ વિઘ્ન ઊભું કરવાનો પ્રયાસ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ શાંતિ અને ભાઈચારા માટે આયોજીત થઈ રહેલી 32મી કાલચક્ર પૂજા દસ દિવસ માટે ચાલશે. જેમાં સામેલ થવા માટે દલાઈ લામા પહોંચ્યા છે.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.