અચ્છા...તો આ નહીં પણ...તે કારણસર દિલ્હી જવાનાં છે મોદી
Agency, New Delhi
| Dec 21, 2012, 09:22AM IST

ગુજરાતમાં ભવ્ય વિજય પછીની જાહેરસભામાં કરી હતી જાહેરાત
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતની ચૂંટણીઓમાં ગુરૂવારે ભવ્ય વિજય થયો હતો. કેશુભાઈ પટેલ, બળવાખોરો, કોંગ્રેસના ધિંગા પ્રચાર છતાં ભાજપને 115 સીટો મળી હતી. જાહેરસભામાં લોકોએ મોદીની સમક્ષ, 'દિલ્હી-દિલ્હી...દિલ્હી-દિલ્હી' અને 'પીએમ-પીએમ-પીએમ' જેવા નારા લગાવ્યા હતા.
આ નારાંઓ સાંભળીને મોદીના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. તેમણે કહ્યું હતું કે, ''જો તમે ઈચ્છતા હો કે હું દિલ્હી જઉં, તો હું દિલ્હી જઈશ. આ 27મી તારીખે દિલ્હી જઈશ. ''જોકે મોદી શા માટે દિલ્હીજવાના છે, તેનું કારણ બીજું જ છે. મોદીએ ઉમેર્યું હતું કે, ગુજરાતની સેવા દ્વારા હું મા ભારતીની જ સેવા કરી રહ્યો છું.
વધુ અહેવાલ માતે તસવીરો બદલતાં જાવ...






