અર્જુનસિંહને નજીકથી જાણનારા તેમના કામકાજના અંદાજથી સારી રીતે અવગત છે. તેઓ સરળતાથી કોઈના દબાણમાં આવી ઝૂકી જનાર નેતાઓમાં નહોતા ગણાતા. ચુરહટ લોટરી કેસનો ચુકાદો આવ્યો તો તેમણે પાર્ટી હાઈકમાન્ડના દબાણ છતાં રાજીનામું આપવાનો ઈનકાર કર્યો હતો. તત્કાલીન ગૃહસચિવ કે.એસ.શર્મા જણાવે છે કે અર્જુનસિંહના સમયમાં એન્ડરસનની સન્માનપૂર્વક અને સુરક્ષિત મુક્તિ જો ઉપરીઓના દબાણમાં થઈ હોય તો તેઓ દબાણમાં આવ્યા હોય તેવી આ અનોખી ઘટના કહી શકાય.
એન્ડરસનને બચાવવા કોણ કોના દબાણમાં હતું? કલેક્ટરે કહ્યું હતું કે સીએસ એ કહ્યું હતું?
જો સીએસ એ આમ કહ્યું હોય તો સીએમની મરજીથી જ કહ્યું હશે. આમ પણ અર્જુનસિંહની કાર્યશૈલી એવી નહોતી કે તેઓ એન્ડરસન જેવા મહત્વના મામલે માત્ર સીએસને કહી ખસી જાય. તેમણે સીએસ સાથે કલેક્ટર અને એસપીને બોલાવી સીધી વાત કરી હશે જેથી ઉપરથી નીચે સુધી સ્પષ્ટ થઈ જાય કે આદેશ કોનો હતો? હું તો કહું છું કે ભોપાલની એ વખતની સ્થિતિ ધ્યાનમાં રાખીએ તો ત્યારે આ અધિકારીઓ આમ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી શક્યા હોત.
જો ઈનકાર કર્યો હતો તો અમલદારોને તે વખતે વધુમાં વધુ શું થયું હોત?
માત્ર બદલી. જેના માટે દરેક અધિકારીએ હંમેશા તૈયાર જ રહેવાનું હોય છે. તેનાથી વધુ કંઈ જ ન થઈ શક્યું હોત, કારણ કે અધિકારીઓ તો કાયદા પ્રમાણે કામ કરવા માંગતા હતા. જો ઈનકાર કર્યો હતો તો તેમાં ગેરકાનૂની શું હતું?
એ વખતે તમે ગૃહસચિવ હતા, ક્યા સ્તરે કોણે શું કહ્યું?
મને સીએસ એ કંઈ જ નથી જણાવ્યું. એન્ડરસનને છોડતા પહેલાં મારી સલાહ લેવી જોઈતી હતી. સીએસ એ મને વિશ્વાસમાં લેવો જોઈએ. મને તો એસપીએ એન્ડરસનના આવવાની તેમજ ધરપકડની માહિતી આપી હતી, પરંતુ તેમને પોલીસ સ્ટેશનના બદલે યુનિયન કાર્બાઇડના આરામદાયક ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા તેનાથી ઘણી નવાઈ લાગી. બપોરે બાર વાગે મેં આ અંગે પૂછપરછ કરી. મને જણાવાયું કે સીએમ આમ ઈચ્છતા હતા.
કલેક્ટરની ગાડીમાં એસપી ખુદ ડ્રાઈવિંગ કરી એન્ડરસનને એરપોર્ટ સરકારી વિમાન સુધી મૂકવા ગયા હતા. એ દિવસે શું થયું હતું?
એ ખરેખર શરમજનક હતું. એન્ડરસનની સુરક્ષાની વાત હોય તો બીજી કેટલીય રીતે સુરક્ષા રાખી શક્યા હોત. ગેસ દુર્ઘટનાના આટલા મોટા આરોપીની આવી સંભાળ અને વિદાય ખૂબ જ ચોંકાવનારી વાત હતી.
જ્યારે સીએમની સામે થયા અધિકારી
બાબરી ધ્વંસ બાદ થયેલાં રમખાણો વખતે સુંદરલાલ પટવા મુખ્યમંત્રી હતા. ભોપાલમાં સ્થિતિ બેકાબૂ હતી. મુખ્ય સચિવ નિર્મલા બુચને કહેવાયું હતું કે શાંતિ જાળવી રાખવી કલેક્ટરના હાથની વાત નથી. તેમને તુરંત બદલવા જરૂરી છે. પરંતુ કલેક્ટર સીએમના મનપસંદ અધિકારી હતા. સીએમને તુરંત માહિતી અપાઈ કે કલેક્ટરને તાત્કાલિક હટાવવા જરૂરી છે. થોડી આનાકાની બાદ સીએમ છેવટે પ્રશાસનિક ફેરબદલી માટે રાજી થઈ ગયા.
અધિકારીઓએ મંજુરી ન આપી
અર્જુનસિંહ સીએમ હતા એ વખતે ઈન્દોરની હોપ ટેક્સટાઈલ મિલનો આવો જ કેસ સામે આવ્યો હતો. મિલમાલિક જમીન વેચવા માગતા હતા. સીએમ પણ સહમત હતા. આ જમીન મિલ ચલાવવા માટે લિઝ પર આપવામાં આવી હતી. અધિકારીઓના માનવા પ્રમાણે આ કામને કાયદો સંમતિ નહોતો આપતો. મહેસૂલ, ઉદ્યોગ, આવાસ-પર્યાવરણ અને કાયદા વિભાગ એમ ચારેય સ્તરે સચિવોએ આ કામ સીએમના દબાણ છતાં અટકાવી રાખ્યું અને મંજુરી ન આપી. અર્જુનસિંહે પણ આ મામલે ઈનકાર નહોતો કર્યો.
કોઇપણ સ્તરે ઇનકાર થઇ શક્યો હોત
તત્કાલીન ગૃહસચિવે એ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી, કલેક્ટર અને એસપી સારી રીતે જાણતા હતા કે જે કાંઇ થઇ રહ્યું છે તે ઐતિહાસિક રૂપથી કાયદાના ઉપહ્રાસ સમાન છે, પણ કોઇએ ઉપરથી આવેલા દબાણ આગળ ઇનકાર કરવાની હિંમત ન દાખવી.જો, દબાણ સીએમનું હતું કે સીએમને સાચી સલાહ આપવી હતી અને જો તેઓ દબાણ હેઠળ હોય તો કલેક્ટરે પહેલ કરવી હતી.
તત્કાલીન એસપી સ્વરાજ પુરી કાયદા હેઠળ કાર્યવાહી કરી શક્યા હોત. જો, અર્જુનસિંહ પર પણ દબાણ હતું તો તેઓ પણ પક્ષના મોવડીમંડળ સામે પડી શક્યા હોત. કેમ કે, ગેસ દુર્ઘટનામાં ભોગ બનેલી નિર્દોષ પ્રજા પ્રત્યે તેમની પહેલી જવાબદારી હતી. સૌથી નીચલા સ્તરે હનુમાનગંજ થાણાના પીઆઇ સુરેન્દ્રસિંહ આવે છે. અલબત્ત, ટોચના અધિકારીઓ આંખ બંધ કરીને હુકમ પર અમલ કરાવતા રહ્યા હતા તે એક થાણા પ્રભારી પાસેથી ઇનકાર કરવાની આશ રાખવી વધુ પડતી બાબત કહેવાય.
*