નવી દિલ્હી. જ્યાં એક બાજુ સમગ્ર દુનિયા આ મહાત્માના અકાળ નિધનથી સ્તબ્ધ હતી, ત્યાં એક કૃતજ્ઞ રાસ્ટ્ર પોતાના બાપૂના મૌનને જોઈ અવાક બની ગયું હતું. મહાત્મા ગાંધીની 'અંતિમ યાત્રા' આ દેશની જનતા માટે તે અંતિમ માર્ગ હતી, જ્યાં તેઓ પોતાની શ્રદ્ધાને આંશુઓમાં વ્યક્ત કરી શકતી હતી.
આ વીડિયોમાં ઉમટી પડેલુ માનવ મહેરામણ જોઈને તમે અંદાજો લગાવી શકો છે કે કેમ એક વ્યક્તિ જે રાષ્ટ્રની સેવા માટે નીકળ્યા હતા, તે પોતાના કર્મોના કર્તવ્યના તે શિખર પર પહોંચી ગયા, જ્યાં અત્યાર સુધી બનાવાયેલા તમામ પદો અને સમ્માન તેમના માટે નાના લાગવા લાગ્યા. છેવટે તેમને એક એવી ઉપાધી (રાષ્ટ્રપિતા)થી નવાજવામાં આવ્યા, જેને મેળવનારા તેઓ પહેલા અને છેલ્લા વ્યક્તિ હતા.
મહાત્મા ગાંધીની અંતિમ યાત્રા સાથે જોડાયેલા કેટલા તથ્યઃ
1. રાષ્ટ્રપિતાની અંતિમ યાત્રા બિરલા હાઉસથી શરૂ થઈ અને લગભગ સાડા પાંચ કિલોમીટર સુધીનો માર્ગ પસાર કરતા યમુના કિનારે સ્થિત રાજઘાટ પહોંચી હતી.
2. જે બગી ઉપર તેમનો નિષ્પ્રાણ દેહ રાખવામાં આવ્યો હતો, તેની ઉપર સરદાર વલ્લભ ભાઈ પટેલ, આચાર્ય કૃપલાની અને જવાહરલાલ નહેરૂ પણ સવાર હતા.
3. જ્યારે લોર્ડ અને લેડી માઉન્ટ બેટન પોતાની પુત્રી સાથે આ અંતિમ યાત્રામાં જોડાયા હતા, અને તેઓ પગે ચાલીને રાજઘાટ પહોંચ્યા.
4. તેમના સાથે આ યાત્રામાં લગભગ 10 લાખ લોકો જોડાયેલા હતા.
5. લગભગ 5000 પોલીસ જવાનોએ પોતાનું જોર લોકોને સંભાળવાના કામે લગાડ્યું હતું.
6. જે જગ્યાએ તેમની અસ્થિયો રાખવામાં આવી હતી, બીજા દીવસે ત્યાં ભારે સંખ્યામાં લોકોએ આવીને પોતાનું સમ્માન વ્યક્ત કર્યું.