નિવૃત્તિ પછી કામ આપનાર પ્રત્યે કાત્જુ વફાદાર હોવાનો અરૂણ જેટલીનો આરોપ
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન પૂર્વ જસ્ટિસ માર્કણ્ડેય કાત્જુ અને ભાજપની વચ્ચે નિવેદનબાજી અને પ્રતિનિવેદનબાજીનો દોર શરૂ થયો છે. અરૂણ જેટલીએ આરોપ મુક્યો છેકે, જસ્ટિસ કાત્જુ નિવૃત્તિ બાદ તેમને કામ આપનારાંઓ પ્રત્યે નરમ હોય તેવું જણાય છે, તેમણે નિષ્પક્ષતા દાખવવી જોઈએ. કાત્જુએ પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ અથવા તેમનું રાજીનામું લઈ લેવું જોઈએ. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, કાત્જુ ગુજરાતને 'કમળાની આંખે' જોઈ રહ્યા છે.
જસ્ટિસ કાત્જુએ વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે, મેં કોંગ્રેસની રાજ્ય સરકારોની પણ ટીકા કરી છે. પરંતુ હું માત્ર બિહાર, પશ્ચિમ બંગાળ અને ગુજરાતની બિનકોંગ્રેસી સરકારોને જ નિશાન બનાવતો હોવાનો આક્ષેપ કરીને અરૂણ જેટલી એકતરફી હક્કીતો રજૂ કરી રહ્યાં છે. આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ છે, 'ધ હિન્દુ' અખબારમાં છપાયેલ એક લેખ દ્વારા, જેમાં જસ્ટિસ કાત્જુએ મોદીને વડાપ્રધાન બનાવવા માંગતા લોકોને વિચાર કરવા કહ્યું છે. 'ધ હિન્દુ' અખબારમાં પ્રકાશિત થયેલ જસ્ટિસ કાત્જુના એ લેખના મુખ્ય અંશો અહીં રજૂ કરેલાં છે.