Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> In Depth
 

એ દસ જેની ઉપર ભારતને ગર્વ છે...

 
Source: divyabhaskar.com   |   Last Updated 6:16 PM [IST](14/08/2010)
 
 
 
 
 
આઝાદ ભારતમાં આમ તો એવું ઘણું બધું છે, જેના પર આપણને સૌને ગર્વ છે. પરંતુ તેમાંથી કેટલીક એવી સિદ્ધિઓ છે, જે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. દેશના બિઝનેસ ચેમ્બર્સની નજરથી અમે તમને કહીએ કે એ કંઇ દસ વસ્તુઓ છે, જેના પર આખી દુનિયાનું ધ્યાન ખેંચાયું છે.

ભારતના જાણીતા બિઝનેસ ચેમ્બર્સ એસોચેમના પ્રેસિડન્ટ સ્વાતિ પિરામલના મતે, કોંકણ રેલવે આઝાદ ભારતની શાનમાંથી એક છે. તેમનું કહેવું છે કે, કોંકણ રેલવેની ચર્ચા ફકત દેશમાં જ નહિં પણ આખી દુનિયામાં થાય છે. આ લિસ્ટમાં બીજા નંબર પર, તાજેતરમાં દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બનેલ ટી3નું છે. વર્લ્ડ ક્લાસ સુવિધાઓ અને સુરક્ષાના માપદંડો પર ખરૂં ઉતરનાર આ ટર્મિનલ તાજેતરમાં જ કોમર્શિયલ ઓપરેશન માટે ખોલવામાં આવ્યું છે.

આ યાદીમાં ત્રીજા નંબર પર છે દિલ્હીની મેટ્રો. સ્વાતિ કહે છે કે દિલ્હી મેટ્રોએ 'અર્બન ટ્રાન્સપોર્ટ સીસ્ટમ'ને ખૂબ જ સુવિધાજનક બનાવી દીધી છે. એસોચેમનું માનીએ તો ચોથા નંબર પર લખટકિયા નેનો છે. જેને ફકત ભારતના જ મધ્યમવર્ગીય પરિવાર માટે કારનું સપનું સાકાર કર્યું નથી, પરંતુ દુનિયાની ઓટો ઇન્ડસ્ટ્રીઝનું પણ ધ્યાન ખેંચયું છે. જ્યારે આ લિસ્ટમાં અમૂલને પણ જગ્યા મળી છે. એસોચેમ કહે છે કે, સહાકર દ્વારા ઇન્ડસ્ટ્રી ચલાવવાના મામલામાં અમૂલે આખી દુનિયા સામે ઉદાહરણ રજૂ કર્યું છે.

ચેમ્બરના મતે ભારતીય અર્થતંત્રએ જે વિકાસ દર પ્રાપ્ત કર્યો છે, તેના પર આપણને સૌને ગર્વ થવો જોઇએ. મુંબઇમાં થોડાં સમય પહેલાંજ બનેલ બ્રાંદ્રા-વર્લી સી લિંકને પણ આઝાદ ભારતની શાન ગણાવી શકાય છે. તેનાથી 'મુંબઇકર્સ'ની ટ્રાફિક સમસ્યા તો દૂર થઇ છે, સાથો સાથ તેના આર્કિટેક્ચરને જોવા માટે પણ લોકો અહિં આવે છે.

દેશના જાણીતા બિઝનેસ ચેમ્બર ફિક્કીના મતે,1990 થી લઇને આપણા દેશના અર્થતંત્રએ વિકાસ કર્યો છે તેના પર પણ આપણને ગર્વ થવો જોઇએ. ફિક્કીનું કહેવું છે કે, આપણું અર્થંતંત્ર મજબૂત છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, જ્યારે દુનિયાભરનું અર્થતંત્ર મંદીના મારથી પછડાયું હતું, ત્યારે પણ દેશનું અર્થતંત્ર અડગ રહ્યું શક્યું હતું.

આ તમામની સાથે બિઝનેસ જગતને ભાભા અટોમિક રિસર્ચ સેન્ટર અને ઇસરો પર પણ ગર્વ છે. તેમાના લીધે જ આપણા દેશની ટેકનોલોજી અને પાવર સાથે જોડાયેલ જરૂરિયાતો પૂરી થઇ રહી છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.