Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> In Depth
 

જ્યારે વડાપ્રધાનથી રાષ્ટ્રધ્વજ ફરક્યો નહીં

 
Source: Agency, New Delhi   |   Last Updated 4:33 PM [IST](16/08/2010)
 
 
 
 
 

સ્વતંત્રતા દિવસ નિમિતે વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘે ઐતિહાસિક લાલકિલ્લા પરથી સંબોધન કર્યું હતું. આ સાથે કેટલીક બાબતો ઉડીને આંખે વળગી હતી.


- ડૉ. સિંઘે તેમની આગવી ઓળખ સમાન વાદળી રંગની પાઘડી ધારણ કરી હતી.- વરસાદની આગાહીના પગલે છતવાળા સુરક્ષા કવચમાંથી પ્રવચન કર્યું હતું.- લાલ કિલ્લાની આજુબાજુ દિલ્હી પોલીસ અને એનએસજી સહિતના કમાન્ડોએ ચોક્કસ નજર રાખી હતી. - ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ, ગતવર્ષની જેમ ચાલુ વર્ષે વરસાદ પડ્યો ન હતો.- બફારાના કારણે, લોકોએ કાગળના પંખા બનાવીને રાહત મેળવવાનો પ્રયાસ કર્યો હતો.- સારે જહાં સે અચ્છા ગીત પર ત્રણ હજાર જેટલા સ્કૂલ વિદ્યાર્થીઓએ ગીતમાં ભાગ લીધો હતો. તેમણે, કેસરી, સફેદ અને લીલા રંગના કપડા પહેર્યા હતા.- લાલ કિલ્લા પરથી વડાપ્રધાને પાંત્રિસ મિનિટ સુધી પ્રવચન આપ્યું હતું.- વડાપ્રધાને લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો. જોકે, તેઓ ફરકાવી શક્યા ન હતા. ત્યારે ફર્સ્ટ ફ્લાઇટ લેફ્ટનન્ટ નેહા ચૌહાણે તેમને મદદ કરી હતી. આ સાથે રાષ્ટ્રધ્વજને 21 તોપની સલામી આપવામાં આવી હતી. - ડૉ. સિંઘે આશા વ્યક્ત કરી હતીકે, દેશ સફળતાપૂર્વક કોમનવેલ્થ રમતોત્સવનું આયોજન કરશે. - આ પ્રસંગે યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી, વિરોઘપક્ષના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતા.



 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.