મોદી મુદ્દે યોગગુરુ રામદેવ સામે ટીમ અણ્ણા નતમસ્તક

- મીડિયા સાથે સોમવારે રાત્રે ગેરવર્તનની ઘટના બદલ
અણ્ણા હજારેએ જંતર-મંતર પર મીડિયાકર્મીઓ સાથે થયેલાં ગેરવર્તન બદલ માફી માગી છે. તેમણે સમર્થકોને ભવિષ્યમાં આવું ના કરવા કહી ચેતવણી આપી હતી કે જો ઘટનાનું પુનરાવર્તન થશે તો અંદોલન રદ કરી દેશે. બીજી તરફ સાત દિવસથી અનશન કરી રહેલા અરવિંદ કેજરીવાલ અને ગોપાલ રાયની હાલત કથળી રહી છે. આ સ્થિતિને જોતાં તબીબોએ તેમને હોસ્પિટલમાં ભરતી થવા કહ્યું છે.
સોમવારે રાતે અંદાજે દશ વાગે મીડિયાકર્મીઓ અને અણ્ણા સમર્થકો વચ્ચે રીતસરની મારામારી સર્જાઇ હતી. સમર્થકો આરોપ કરી રહ્યા હતા કે મીડિયા આંદોલનને યોગ્ય રીતે મુલવી રહ્યું નથી. બ્રોડકાસ્ટ એડિટર્સ એસોસિએશન(બીઇએ)એ પણ ઘટનાની આલોચના કરતાં
ટીમ અણ્ણાને ઘટના બદલ માફી માગવા કહ્યું હતું.
તે પછી મંગળવારે હજારેએ કહ્યું કે,‘ગઇ રાતે જે બન્યું તેનાથી હું વ્યથિત છું. આંદોલન પૂરી રીતે અહિંસક છે. જો તમે હિંસક બનશો તો સરકાર બે જ દિવસમાં આંદોલનને સમેટી લેશે. જો ઘટનાનું પુનરાવર્તન થયું તો આંદોલન પાછું ખેંચી લેવામાં આવશે.
- કેજરીવાલને હોસ્પિટલમાં દાખલ થવા સલાહ
સાત દિવસથી અનશન પર બેઠેલી ટીમ અણ્ણાના સભ્ય અરવિંદ કેજરીવાલ અને ગોપાલ રાયની તબિયત મંગળવારે કથળતાં તબીબોએ બંનેને હોસ્પિટલમાં ભરતી થવા સલાહ આપી હતી. પરંતુ બંનેએ તેમ કરવા ઇનકાર કરી દીધો હતો. કેજરીવાલે કહ્યું કે ‘અમે અહીં પ્રાણ ન્યોચ્છાવર કરવા આવ્યા છીએ હોસ્પિટલમાં ભરતી થવા નહીં.
- આંદોલન યોગ્ય પણ કાયદો સંસદ જ બનાવશે : અડવાણી
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અણ્ણા હજારેનાં આંદોલનને વાજબી ઠેરવતાં કહ્યું હતું કે કાયદો તો સંસદ જ બનાવશે. અડવાણીએ કહ્યું કે અણ્ણા અને બાબા રામદેવ જેવા લોકો ભ્રષ્ટાચાર સામે આંદોલન કરી રહ્યા છે તેની અમને ખુશી છે. પરંતુ ખરડો પસાર કરી કાયદો બનાવવાની વાત છે ત્યાં સુધી એ બાબત પર સંસદનો અધિકાર છે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રીનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં વાંચી શકો છો. સમાચાર અંગે તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.







