- ટ્રાયલ કોર્ટે સુબ્રમણ્યમ સ્વામીની અરજી ફગાવી દીધી
- 2જી કૌભાંડમાં ચિદમ્બરમને સહઆરોપી બનાવવાની કરાઇ હતી માંગ
- અરજી કરનાર સુબ્રમણ્ય સ્વામી હાઇકોર્ટમાં પડકારશે ચુકાદો
- હાઇકોર્ટમાં પણ પોતાના પક્ષમાં ચુકાદો નહીં આવે તો સુપ્રીમ કોર્ટમાં જશે સુબ્રમણ્યમ સ્વામી
દિલ્હી સ્થિત ટ્રાયલ કોર્ટે 2જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમને સહઆરોપી બનાવવાની માંગ કરતી સુબ્રમણ્યમ સ્વામીની અરજી ફગાવી દીધી.
ટ્રાયલ કોર્ટના ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા સુબ્રમણ્યમ સ્વામીએ સૌથી પહેલા તો કહ્યું હતું કે ‘આઈ એમ સરપ્રાઈઝ’, બાદમાં તેમણે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાનો નિર્ણય જાહેર કર્યો હતો, તથા એમ પણ જણાવ્યું હતું કે જો હાઈકોર્ટ પણ તેમની અરજી નકારશે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે.
સ્વામીએ જણાવ્યું હતું કે હવે તેઓ ચિદમ્બરમ વિરૂધ્ધ વધુ પુરાવા રજૂ કરશે. તેમણે ઉમેર્યું હતું કે ‘હું લડવાવાળો માણસ છું આટલી આસાનીથી હાર નહીં કબુલુ.’