Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Power Gallery
 

કમળમાં કકળાટ: રેડ્ડી બંધુઓ પર હાથ હોવાનો સુષ્માનો ઈન્કાર

 
Source: Agency, Banglore / New Delhi   |   Last Updated 11:34 AM [IST](28/05/2011)
 
 
 
 
 
ભાજપ દ્વારા મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દે યુપીએ સરકારને ઘેરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ભાજપના જ વરિષ્ઠ નેતાઓ નેતાઓ વચ્ચેનું ઘમાસાણ બહાર આવી રહ્યું છે. કર્ણાટકના રેડ્ડી બંધુઓ અંગે સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી વચ્ચે આર-પારની લડાઈ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે એ વાતનો ઈન્કાર કરી દીધો છે કે, તેમણે ક્યારેય રેડ્ડી બંધુઓને બચાવ્યા છે અથવા તો તેમના કારણે રેડ્ડી બંધુઓને કર્ણાટકમાં પ્રધાનપદ મળ્યું છે.

-કમળમાં કકળાટ: રેડ્ડી બંધુઓ પર હાથ હોવાનો સુષ્માનો ઈન્કાર
-રેડ્ડી બંધુઓને પ્રધાન બનાવવા અંગે દબાણ ન હતું: કર્ણાટકના મુખ્યપ્રધાન
-લોકસભામાં વિરોધપક્ષના નેતા છે સુષ્મા સ્વરાજ
-તે સમયે જેટલી કર્ણાટકના પ્રભારી હોવાનો સુષ્માનો બચાવ


એક સામયિકને આપેલા સાક્ષાત્કારમાં સુષ્મા સ્વારાજે દાવો કર્યો છે કે, બેલ્લારી બંધુઓને પ્રધાન બનાવવામાં તેમના કોઈ લેવા-દેવા નથી. આથી, મોટું કોઈ જૂઠાણું ન હોય શકે. જ્યારે રેડ્ડી ભાઈઓ યેદિયુરપ્પા સરકારમાં પ્રધાન બન્યા ત્યારે અરૂણ જેટલી કર્ણાટકના પ્રભારી હતા. યેદિયુરપ્પા કર્ણાટકના મુખ્યપ્રધાન હતા અને વેંકૈયા નાયડુ તથા અનંત કુમાર રાજ્યના સિનિયર નેતા હતા. આ લોકો વચ્ચે જે વાતચીત થઈ હોય તેની સાથે કોઈપણ પ્રકારની લેવા-દેવા હોવાનો સુષ્માએ ઈન્કાર કર્યો હતો. સુષ્માના કહેવા પ્રમાણે તેમની અને રેડ્ડી ભાઈઓ વચ્ચે વર્ષમાં માત્ર એક વખત જ મુલાકાત થાય છે અન્યથા કોઈપણ પ્રકારની વાતચીત સુદ્ધાં નથી થતી.

ઉલ્લેખનીય છે કે, બેલ્લારી બંધુ તરીકે વિખ્યાત જનાર્દન, કરૂણાકર અને સોમશેખર રેડ્ડીને સુષ્મા સ્વરાજના નજીકના માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, સુષ્માના આશિર્વાદથી જ તેઓ પ્રધાન બન્યા હતા. વર્ષ 1999માં સુષ્મા સ્વરાજ સોનિયા ગાંધી સામે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. ત્યારથી રેડ્ડી બંધુઓ સાથે નિકટતા વધી છે.

મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ સુષ્મા-જેટલી વિવાદ અને રેડ્ડી બંધુઓ અંગે તેમનું નિવેદન આપ્યું છે. યેદિયુરપ્પાના કહેવા પ્રમાણે, રેડ્ડી ભાઈઓને પ્રધાન બનાવા અંગેનો નિર્ણય તેમણે ખુદે લીધો હતો. રેડ્ડી બંધુઓને પ્રધાન બનાવવા અંગે તેમની ઉપર કોઈપણ પ્રકારનું દબાણ ન હતું. હાલ. બે ભાઈઓ કર્ણાટકની સરકારમાં પ્રધાન છે અને ત્રીજા ભાઈ રાજ્યના નિગમના ચેરમેન છે. તથા પ્રધાનનો હોદ્દો ભોગવે છે.

તમારો મત
શું તમને લાગે છે કે, બેલ્લારી બંધુઓ કર્ણાટકની ભાજપ સરકાર માટે ખતરા સમાન છે ? તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી ઈન્ટરનેટ નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર ધ્રુણાસ્પદ, વિવાદાસ્પદ કે નિમન્ન પ્રકારની ટિપ્પણી કરવી પ્રતિબંધિત છે. આમ કરવું ગુનો બને છે. જેના માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરશે. આમ થવાથી જો કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તો તેના માટેની જવાબદારી ટિપ્પણી કરનાર વ્યક્તિની રહેશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.