૨૦૦૨થી ૨૦૦૬ વચ્ચે થયેલા એન્કાઉન્ટરના કેસોની તપાસ ત્રણ મહિનામાં કરવા આદેશ
સર્વોચ્ચ અદાલતે બુધવારે ગુજરાતમાં વર્ષ ૨૦૦૨થી ૨૦૦૬ની વચ્ચે થયેલા કથિત નકલી એન્કાઉન્ટરોની તપાસ કરી રહેલી તેના ભૂતપૂર્વ ન્યાયાધીશની આગેવાની હેઠળની મોનિટરિંગ ઓથોરિટીને ત્રણ મહિનાની અંદર અહેવાલ રજુ કરવા આદેશ કર્યો છે. ગુજરાત સરકારે ગયા વર્ષના એપ્રિલ મહિનામાં ભૂતપૂર્વ ન્યાયાધીશ એમ.બી. શાહની આગેવાની હેઠળ આ સમિતિની રચના કરી હતી.
જસ્ટિસ આફતાબ આલમ અને જસ્ટિસ કે.સી. પ્રસાદની બનેલી બેંચે આદેશ આપ્યો હતો કે આ બાબતે તપાસ કરવા ગયા વર્ષે જ સમિતિ રચાઇ હતી અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશને જ તેની જવાબદારી સોંપાઇ છે. આથી અમે ઇચ્છીએ છીએ કે, બે રિટ પિટિશનમાં ઉલ્લેખ કરાયેલા કથિત નકલી એન્કાઉન્ટરોનાં તમામ કેસમાં સમિતિના અધ્યક્ષ પૂરી તપાસ કરે અને સત્યને સામે લાવે.વર્ષ ૨૦૦૨થી લઇને ૨૦૦૬ વચ્ચે ગુજરાતમાં થયેલા કથિત નકલી એન્કાઉન્ટરો સંબંધિત બે પિટિશનની સુનાવણી દરમિયાન
સુપ્રીમ કોર્ટની બેંચે આ આદેશ કર્યો છે. પિટિશનમાં આક્ષેપ કરાયો છે કે આ એન્કાઉન્ટરની રીત-રસમ જોતાં એવું લાગે છે કે, ત્રાસવાદીઓ દર્શાવીને લઘુમતી સમાજના લોકોને ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા.સુપ્રીમે જણાવ્યું હતું કે સમિતિ ઇચ્છે તો પોલીસ અને માનવાધિકાર સંગઠનોના જૂના રેકોર્ડ પણ ચકાસી અને મંગાવી શકે છે. અલબત્ત, કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે જે કેસોની તપાસ પહેલાં થઇ ગઇ છે તેની તપાસ સમિતિ કરી શકશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના પોલીસ એન્કાઉન્ટરો અંગે પીઢ પત્રકાર બી.જી.વર્ગીસ અને કવિ તેમજ ગીતકાર જાવેદ અખ્તરે પિટિશન દાખલ કરી છે.
તારીખ સ્થળ કોનું એન્કાઉન્ટર
-૨૪/૯/૨૦૦૨
અક્ષરધામ ગાંધીનગર
બે અજાણ્યા શખ્સો
-૨૧/૧૦/૨૦૦૨
ઉસ્માનપુરા, અમદાવાદ
સમીરખાન પઠાણ
-૧૩/૦૧/૨૦૦૩
ગેલેક્ષી સિનેમા, નરોડા, અમદાવાદ સાદીક જમાલ
-૨૬/૦૬/૨૦૦૩
પાંચકુવા, અમદાવાદ
ગણેશ ખુંટે અને મહેન્દ્ર જાદવ
-૧૫/૦૬/૨૦૦૪
કોતરપુર વોટર વકર્સ
ઈશરતજહાં, જાવેદ પીલ્લઈ,
-૨૭/૧૧/૨૦૦૪
સાંજણ ભીલાડ હાઈવે, વલસાડ
સંજયસિંઘ અને શ્રીરામ ચૌધરી
-૯/૧૦/૨૦૦૫ વલસાડ
હાજી ઈસ્માઈલ
-૨૩/૧૧/૨૦૦૫ નારોલ, અમદાવાદ
સોહરાબુદ્દીન શેખ
-૧૬/૩/૨૦૦૬ ગંગા રો હાઉસ, વટવા
ચાર અજાણ્યા શખ્સો
-૨૮/૧૨/૨૦૦૬ અંબાજી, છાપરી
તુલસીરામ પ્રજાપતિ
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.