સુપ્રીમ કોર્ટ દ્વારા સેક્સ વર્કર્સ અંગેની એક અરજીની સુનાવણી શુક્રવારે કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, "શિક્ષિત અને ખૂબ સારા ઘરની છોકરીઓ ઊંચી લાઈફ સ્ટાઈલની લાલસામાં આ ધંધામાં આવે છે. "સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારને તેમના માટે કાર્યક્રમ ઘડી કાઢવા નિર્દેશ કર્યો છે.
-તેમને દર બીજા દિવસે મોલમાં જવું હોય છે -ખાસ પેનલને કાયદા પંચની કચેરીમાં જગ્યા આપવા કહેવાયું -ત્રણ અઠવાડિયાની મુદ્દત આપી
સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ અલતમસ કબિલ અને જસ્ટિસ જ્ઞાનસુધા મિશ્રાએ પુછ્યું હતું કે, "કેટલીક ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત યુવતિઓ ઊંચી લાઈફ સ્ટાઈલથી દોરવાઈ જઈને આ વ્યવસાયમાં આવે છે. તેમને દર બીજા દિવસે મોલમાં જવું હોય છે. તમે તેમના માટે શું વિચાર્યું છે ? “એડિશનલ સોલિસિટર જનરલ પી. પી. મલ્હોત્રાને સર્વોચ્ચ અદાલતે નિર્દેશ કર્યો હતો કે, કાયદા પંચની કચેરીમાં સેક્સવર્કર્સના પુનઃસ્થાપન માટે નિમવામાં આવેલી ખાસ પેનલને જગ્યા આપવામાં આવે. આ માટે સર્વોચ્ચ અદાલતે ત્રણ અઠવાડિયાની મુદ્દત આપી હતી.
બેન્ચે કહ્યું હતું કે, "અમે સેક્સવર્કર્સના પુનઃવસવાટ માટે કેન્દ્ર અને રાજ્યો દ્વારા લાગૂ કરવામાં આવેલી યોજનાઓનું મુલ્યાંકન કરવા ચાહશે. આ માટે માત્ર સેમિનાર અને કોન્ફરન્સ કરવાથી કશું નહીં વળે. અમારા આત્માને સંતોષ થવો જોઈએ. અન્યથા તે માત્ર આંખમાં ધૂળ નાખવાની બાબત બની રહેશે. "
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.