- ગણતંત્ર દિવસની પરેડમાં આશ્ચર્યજનક કરતબો કરી શકે છે રજૂ
- પ્રતિ કલાક 2450 કિલોમીટરની ઝડપે ઉડી શકે છે
- માત્ર પાંચ જ મિનિટમાં પાકિસ્તાનના લાહોર સુધી પહોંચી શકે છે
- 8 હજાર કિલોના હથિયારો લઇને ઉડવાની ક્ષમતા
જો બધું સરખું રહેશે તો ગણતંત્ર દિવસની પરેડમાં વાયુસેનાના સુખોઇ-30 એમકેઆઇ યુદ્ધ વિમાન રોમાંચક કરતબો રજૂ કરશે. આ એ જ બ્રહ્માસ્ત્ર છે જે એક કલાકમાં 2450 કિલોમીટરની ઝડપે માત્ર પાંચ જ મિનિટમાં પાકિસ્તાનના લાહોરમાં પહોંચીને બધું તબાહ કરી શકે છે.
- એક કલાકમાં 2450 કિ.મી.
આ યુદ્ધ વિમાનની ખાસિયત એનાથી જ જાણી શકાય છે કે તે માત્ર એક જ કલાકમાં 2450 કિ.મી સુધી પહોંચી શકે છે. દેશની પશ્ચિમી સરહદો માટે આ ઘણું મહત્વનું હશે.
એકવાર ઉડ્ડયન કર્યા બાદ તે આઠ હજાર કિલોના હથિયારો લઇને 5200 કિ.મી. સુધી ઉડી શકે છે. સુખોઇ-30મા બ્રહ્મોસ મિસાઇલ લઇ જવાની પણ ક્ષમતા છે. જરૂર પડ્યે સુખોઇ બોમ્બમારો કર્યા બાદ મિસાઇલથી અચૂક નિશાન પણ તાકી શકે છે.
- પાક. સીમા પર તૈનાત
પશ્ચિમી સરહદ પર હવાઇ સુરક્ષાનો ઘેરો વધુ મજબૂત કરવા માટે જોધપુર એરબેઝ પર સુપરસોનિક યુદ્ધ વિમાન સુખોઇ-30ના સ્ક્વોડ્રનની તૈનાતી કરી દેવાઇ છે. સુખોઇ-30 જોધપુર એરબેઝથી 2450 કિ.મીની ઝડપે માત્ર પાંચ જ મિનિટમાં લાહોર પહોંચી શકે છે.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.