આપણે સ્વતંત્રતા પર્વ ઊજવવા માટે તાડમાર તૈયારીઓ કરી રહ્યાં છીએ. પરંતુ, દુશ્મન દેશની ચડામણીથી ભડકી ગયેલા કેટલાક યુવાનો કાશ્મીરને ભારતથી અલગ કરવાની માગ કરી રહ્યાં છે. તેઓ ભારતના સુરક્ષાબળો પર પથ્થરમારો કરે છે. સુરક્ષાબળો પૂરતો સંયમ રાખે છે. પરંતુ, નાછુટકે તેમણે ગોળીબાર કરવો પડે છે. શુક્રવારે કાશ્મીરમાં કેટલાક હુલ્લડખોરોએ સુરક્ષાબળો ઉપર પથ્થરમારો કર્યો હતો. છેલ્લા બે માસથી ફાટી નિકળેલા તોફાનોમાં અત્યારસુધી પચાસથી વધુ યુવાનો મોતની ભેટ ચડી ચૂક્યાં છે.