કોંગ્રસે પાર્ટી દ્વારા ગુરૂવારે ગુજરાત સરકાર પર આરોપ મુકવામાં આવ્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા ઈરાદાપૂર્વક વર્ષ 2002ના હુલ્લડોને લગતા અગત્યના પૂરાવા સળગાવી નાખવામા આવ્યા હતા.
-રાજ્ય સરકારે હેતુપૂર્વક હુલ્લડોના પૂરાવાનો નાશ કર્યો : કોંગ્રેસ -દિલ્હીમાં કોંગ્રેસ પ્રવક્તાના ચાબખાં -સંજીવ ભટ્ટને પડશે તકલીફ
પક્ષના પ્રવક્તા મનિષ તિવારીએ આરોપ મુક્યો હતો કે, ''આ પ્રકારના દસ્તાવેજો આ રીતે ગુમ થાય અથવા તો તેનો ઈરાદાપૂર્વક નાશ કરવામાં આવે, ત્યારે આપોઆપ સ્પષ્ટ થઈ જાય છે કે, સમગ્ર નરસંહારમાં પોતાની ભૂમિકાને છૂપાવવા માટે રાજ્ય સરકાર આ બધુ કરી રહી છે.''
ગુજરાત સરકારના વકીલ એસ. બી. વકીલે નાણાવટી કમિશન સમક્ષ સ્વીકાર્યું છે કે, હુલલ્ડોને લગતા તમામ એસઆઈબી રેકોર્ડ્સનો વર્ષ 2007માં નાશ કરવામાં આવ્યા હતા. જેમાં અધિકારીઓના કોલની ડિટેઈલ્સ, વાહનોના લોગબુક અને સત્તાવાર હરફરની માહિતી નોંધાયેલી હોય છે. વકીલના કહેવા પ્રમાણે ખુદ સંજીવ ભટ્ટ પણ એસઆઈબીના અધિકારી રહી ચૂક્યાં છે. આથી, તેઓ જાણે છે કે, પાંચ વર્ષ બાદ આ પ્રકારના રેકોર્ડ્સનો નાશ કરી દેવામાં આવે છે અને એટલે જ હવે, તેઓ આરોપ મુકી રહ્યાં છે. આ રેકોર્ડ્સનો નાશ થતા મોદીના ઘરે બેઠકમાં હાજર રહ્યાં હતા કે, નહીં તે સાબિત કરવું સંજીવ ભટ્ટ માટે મુશ્કેલ બનશે.
તમારો મત
શું તમને લાગે છે કે, રાજ્ય સરકાર પર મુકવામાં આવેલા કોંગ્રેસના આરોપોમાં તથ્ય છે? સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી સ્પેશ્યલ ઈનવેસ્ટિગેશન ટીમ જ્યારે કોઈ ચોક્કસ કેસની તપાસ કરી રહી હોય ત્યારે રેકોર્ડ્સનો નાશ કરવો, કેટલા અંશે યોગ્ય છે? તમારો મત નીચે આપવામાં આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી આઈટી નીતિ પ્રમાણે, ઈન્ટરનેટ પર ધૃણાસ્પદ, વિવાદાસ્પદ કે ધિક્કારાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. જેના માટે ટિપ્પણી કરનારો વાંચક પોતે જવાબદાર રહેશે. આથી, કૃપા કરીને સંયમિત ભાષાનો ઉપયોગ કરો.