Advertisement
Home >> National News >> Photo Feature >> Stampede At Mahakumbh & Allahabad Railway Station 4 Dead Several Injured

અલ્હાબાદ રેલવે સ્ટેશને ભાગદોડથી 36 શ્રદ્ધાળુઓનાં મોત

1 of 24 Photos

સંખ્યાબંધ લોકોને ઈજા, મૃત્યુ આંકમાં વધારો થવાની દહેશત
રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૬ પર આવેલા ફૂટ બ્રિજની રેલિંગ તૂટતાં સર્જા‍યેલી દુઘર્ટના


અહીં ભરાયેલા મહા કુંભમેળામાં રવિવારે મૌની અમાસના દિવસે પવિત્રસ્નાન હોવાથી કરોડો શ્રદ્ધાળુઓ ઉમટયા હતા. આથી સાંજે પાછા ફરતી વખતે ભારે ભીડના કારણે અલ્હાબાદ રેલવે સ્ટેશને સર્જા‍યેલી એક દુર્ઘટનામાં 36 વ્યક્તિનાં મૃત્યુ થયાં છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની શકયતા છે.

જોકે, સત્તાવાર આંકડામાં ૧૦ વ્યક્તિનાં મૃત્યુ દર્શાવાયાં છે. જોકે, ઉત્તરપ્રદેશના મંત્રી આઝામ ખાને 36 વ્યક્તિનાં મૃત્યુ થયાં હોવાની પુષ્ટિ આપી છે. રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.૬ પર આવેલા ફૂટ બ્રિજની રેલિંગ તૂટી પડતાં દુર્ઘટના સર્જા‍ઈ હતી. મુખ્યમંત્રી અખિલેશ યાદવે ઘટનાની તપાસ કરવા આદેશ કર્યો છે.આ અગાઉ દિવસે કુંભનગરીના સેક્ટર-૧૨ ખાતે પણ ભાગદોડની દુર્ઘટનામાં બે વ્યક્તિએ જાન ગુમાવ્યા છે.

રવિવારે મૌની અમાસ હોવાથી ત્રણ કરોડ લોકો પવિત્રસ્નાન માટે અહીં ઉમટી પડયા હતા. આથી સાંજે પાછા ફરતી વખતે રેલવે સ્ટેશને પ્રચંડ ભીડ હતી, તે દરમિયાન પ્લેટફોર્મ નંબર પાંચ અને છ વચ્ચેના ફૂટઓવર બ્રિજ પર ભારે ભીડ જમા થઇ જતાં, પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. આથી નાસભાગ મચી ગઇ હતી જેના કારણે બ્રિજની રેલિંગ તૂટી જતાં અસંખ્ય લોકો નીચે પટકાયા હતા. કેટલાક લોકો તો નીચે ઊભેલી ટ્રેનની છત પર પડયા હતા.

(ઘટનાની હૃદયદ્રાવક તસવીરો તેમજ વધુ સમાચાર માટે આગળ ક્લિક કરો...)


Your Opinion
 
 
Code:
7 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment