- ભાજપના 'કદાવર' નેતા ગડકરીનું સ્ટેજ ધરાશાયી થયું હતું
- ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં બની ઘટના
- કાર્યક્રમના આયોજકો અને પોલીસ હાંફળી ફાફળી થઇ ગઇ
- બે-ત્રણ વ્યક્તિએ ગડકરીને ટેકો આપીને બહાર કાઢ્યા
મંગળવારે ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ભાજપના 'કદાવર' નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીનું સ્ટેજ ધરાશાયી થઇ ગયું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ.
જાહેર કાર્યક્રમમાં અચાનક જ સ્ટેજ ધરાશાયી થઇ જતાં સ્ટેજ પર બેઠેલા ગડકરી સહિતના નેતાઓ નીચે પડી ગયા હતા. ઘટના બાદ તરત જ બે-ત્રણ વ્યક્તિએ ટેકો આપીને ગડકરીને ધરાશાયી થઇ ગયેલા સ્ટેજમાંથી બહાર કાઢ્યા હતા.
બહાર આવતાં જ ગડકરીએ જાણે કશું જ બન્યું ન હોય તેવો દર્શાવવાનો પ્રયત્ન કરતાં માઇક હાથમાં લઇ લીધું હતું અને હાજર લોકોને સંબોધવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનાને લીધે તો ઘડીભર કાર્યક્રમના આયોજકો અને હાજર રહેલી પોલીસ હાંફળી ફાફળી થઇ ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીનું સ્ટેજ પણ ધરાશાયી થઇ ગયું હતું. તત્કાલીન સમયે ઉમા ભારતી ભાજપમાં નહતા અને પોતાનો અલગ પક્ષ સ્થાપ્યો હતો. આ ઘટના બાદ ઉમાએ વિપક્ષોએ કાવતરૂં રચ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.
વીડિયો સાભાર યુ ટ્યૂબ પરથી આઇબીએન લાઇવ ન્યૂઝ ચેનલ
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.