આ પ્રકારની મિસાઇલ દુનિયામાં અત્યાર સુધી કોઇની પાસે નથી. આ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. તેને સબમરિન,જહાજ હવા અને જમીન કોઇ પણ જગ્યાએથી છોડવામાં આવી શકાય છે. તેને ભારતના સંરક્ષણ શોધ અને વિકાસ સંગઠન અને રશિયાની એનપીઓ મશિનોસ્રોયેનિયાની ભાગીદારી કંપની બ્રહ્મોસ એરોસ્કોપ કોર્પે બનાવી છે. બ્રહ્મોસ મિસાઇલનુ નામ ભારત અને રશિયાની નદીઓ બ્રહ્મપુત્ર અને મસ્કવાને ભેગા કરીને બનાવવામાં આવ્યાં છે. હવામાં જ પોઝિશન બદલવાની ક્ષમતા ધરાવતી આ મિસાઇલથી દુશ્મનોને ચકમો આપી શકાય છે.
મિસાઇલ લોંચર પર આડી લગાવવામાં આવી છે, જોકે તેને ઉભી પણ રાખી શકાય છે. આ મિસાઇલ નીચી ઉડાન ભરવા માટે પણ સક્ષમ છે. ઉપરાંત આ મિસાઇલ દુશ્મનોના રડાર પરથી આસાનીથી છટકી શકે છે. જહાજ પર પણ આ મિસાઇલને તૈનાત કરી શકાય છે. તેનાથી મિસાઇલ સાથે જોડાયેલી હથિયાર પ્રણાલીની ગોપનીયતામાં ભારે વધારો થાય છે. મિસાઇલ કોઇ પણ દિશામાં નિશાન લગાવી શકે છે.
આ મિસાઇલ અમેરિકાની ટોમ હોક મિસાઇલથી ત્રણ ગણી વધારે તેજ અને નવ ગણી વધારે વિનાશક છે. મિસાઇલ તેની ઉડાન દરમિયાન હવાને ખેંચીને એન્જિનમાં નાંખે છે. આ મિસાઇલ જ્યારે લક્ષ્ય પર વાર કરે છે ત્યારે 600 યુનિટની ઉર્જા પેદા કરે છે. બેલિસ્ટિક મિસાઇલની જેમ બ્રહ્મોસ અંતરિક્ષમાં જતી નથી. આ વાતાવરણમાં જ ઉડતી રહે છે. જેથી સમય ઓછો લાગે છે.