પાકિસ્તાન સાથેની સરક્રીક સીમા પર ઘૂસણખોરીને અટકાવવા માટે કેન્દ્ર સરકારે અડધો બોર્ડર આઉટ પોસ્ટ ઊભી કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત બોટ દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે વધુ હથિયારો અને સાધનો પણ પૂરા પાડવામાં આવશે.
ભારત અને પાકિસ્તાનની સરહદ વચ્ચે સરક્રિક 96 કિલોમીટરનો વિસ્તાર છે. જે ભારતના ગુજરાત અને પાકિસ્તાનના સિંધ પ્રાંતની સીમાઓ વચ્ચે છે. આ વિસ્તારમાં કળણ હોવાના કારણે સરહદની સુરક્ષા કરવામાં તકલીફ પડે છે.
કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે સુરક્ષા વધારવાના હેતુથી અહીં છ તરતી બોર્ડર આઉટ પોસ્ટની સ્થાપનાને લીલીઝંડી આપી છે. કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા નિમવામાં આવેલી સમિતિએ તેનો 153મો રિપોર્ટ આપતા આશંકા વ્યક્ત કરી હતી કે, દેશ વિરોધી તત્વો આ સરહદનો ઉપયોગ કરી શકે છે. આથી, આ વિસ્તારમાં ચોક્કાસઈપૂર્વક નજર રાખવાની જરૂર છે.
સંસદીય સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે, સુરક્ષાની દ્રષ્ટીએ ક્રિકની સીમા વધુ મહત્વપૂર્ણ છે. આથી, અહીં માનવ રહિત વિમાન દ્વારા પણ સર્વેલન્સ વધારવું જોઈએ. ભારત અને ચીનની સીમા ઉપર પણ ફ્લોટિંગ બોર્ડર આઉટ પોસ્ટની સ્થાપના કરવાનું કામ હાથ ધરવામા આવ્યું છે.આ કામ ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આઈટીબીપીની વોટર વિંગને વજન આપવામાં આવશે. આગામી બે વર્ષ દરમિયાન લગભગ અઢીસો જેટલી બોટ ખરીદવામાં આવશે અને તેને આધુનિક હથિયાર પણ પૂરા પાડવામાં આવશે. જે વ્યૂહાત્મક અને યુદ્ધની સામરિક દ્રષ્ટીએ પણ નોંધપાત્ર છે.
તમારો મત
શું તમને લાગે છે કે, ભારતે કચ્છની સરહદ પર ધ્યાન આપવાની જરૂર છે ? પાકિસ્તાન કરતા ચીન ભારતનું મોટું દુશ્મન છે, તેવા અભિપ્રાય સાથે તમે સહમત છો? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.