Advertisement
Home >> National News >> Latest News >> National >> Sikhs Demand Ban On Kuldip Nayar’S Book

કુલદીપ નાયરના પુસ્તકથી સિખ થયાં નારાજ, પ્રતિબંધની કરી માંગ

Agency, Amritsar | Jul 14, 2012, 16:37PM IST
 
 

જરનૈલ સિંહ ભિંડરાંવાલે પર લેખક કુલદીપ નાયર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓના વિરોધમાં ડજનેક સિખો દ્વારા શનિવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, તેમજ નાયરના નવા પુસ્તક ‘ બિયોન્ડ ધ લાઇન્સ’ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.

પ્રદર્શનકારીઓએ નાયર અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કહ્યું કે, તેમના પુસ્તકથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે, કારણ કે, પુસ્તકમાં ભિંડરાંવાલેએ આતંકવાદી ગણાવ્યા હતા.

દમદમી ટકસાલ અમૃતસર સાથે સિખ સ્ટૂડેન્ટ ફેડરેશન (મેહતા)ના અધ્યક્ષ હરજીત સિંહે કહ્યું, ‘ આ પ્રકારના લખાણથી ન તો માત્ર લાખો સિખની ભાવનાઓ દુભાઇ છે, પરંતુ તેનાથી દૂરગામી પરિણામ થઇ શકે છે.’

ફેડરેશનના ઉપાધ્યક્ષ દારા સિંહે કહ્યું, ‘કુલદીપ નાયરના પુસ્તક પર ત્વરિત પ્રતિબંધ લગાવવું જોઇએ.’
 
 
 

Your Opinion
 
 
Code:
2 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment