કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કર્ણાટકને પત્ર લખ્યો છે. જેમાં આગ્રહ કર્યો છે કે, વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખતા 'રાઈટ ટુ એજ્યુકેશન'ને વહેલામાં વહેલી તકે લાગૂ કરવામાં આવે. આ મતલબનો પત્ર કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિકાસ પ્રધાન કપિલ સિબ્બલે લખ્યો છે.
-મોટાભાગના રાજ્યોએ જોગવાઈઓ લાગૂ કરવામાં ઢીલ દાખવી -છ થી 14 વર્ષના વિદ્યાર્થીઓને ફરજીયાત શિક્ષણની જોગવાઈ
જાન્યુઆરી 2010માં રાજ્યોના શિક્ષણ સચિવોની બેઠકમાં 'રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ' હેઠળ નમૂનારૂપ નિયમ ઘડ્યા હતા. જે તમામા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલી દેવામાં આવ્યા હતા. સાથે જ તેમને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ આ જોગવાઈઓને વહેલામાં વહેલી તકે લાગૂ કરે. પરંતુ મોટાભાગના રાજ્યોએ તેને લાગૂ કરવામાં ઢીલ દાખવી છે.
આ ઢીલથી નારાજ સિબ્બલે ગત વર્ષે કહ્યું હતું કે, જો સમગ્ર દેશમાં આ કાયદો લાગૂ નહીં થાય તો તે ઐતિહાસિક નિષ્ફળતા સાબિત થશે. ગત વર્ષે શિક્ષણ પ્રધાનોએ બેઠક કરી હતી. ત્યારે પણ ઉપરોક્ત મુદ્દો ઉખડ્યો હતો. આરટીઈ હેઠળ છ થી 14 વર્ષના બાળકોને ફરજીયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.