રાજ મેળવાની હેટ્રિક બદલ શિવરાજે આપ્યા મોદીને અભિનંદન
Agency, Bhopal | Dec 21, 2012, 16:40PM IST

દેશના રાજકારણમાં વિકાસનો મુદ્દો એ ચર્ચાનો વિષય બન્યો છે
સામાન્ય જનતાનો વિજય
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં વિજયની હેટ્રિક મારવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
ચૌહાણના કહેવા પ્રમાણે, ગુજરાતમાં ભાજપનો વિજય એ વિકાસ અને સુશાસનનો વિજય છે. ગુજરાતના વિજયે સાબિત કરી આપ્યું છે કે, રાજકારણમાં વિકાસ એ મુખ્ય મુદ્દો બની ગયો છે. તેમણે ઉમેર્યું હતુંકે ગુજરાતમાં ભાજપનો સતત પાંચમો વિજય એ સામાન્ય જનતાનો વિજય છે.






