કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા શત્રુઘ્ન સિંહા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના દાવેદાર નથી માનતા.
-મોદી નથી વડાપ્રધાન પદના ઉમેદવાર: શત્રુઘ્ન સિંહા
-'શોટગન'નો મત
-ઘણાં નામો ગણાવ્યા પરંતુ મોદીનું નામ ન લીધું
બિહારી બાબુ અને શોટગન તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રાજકીય વર્તુળોમાં વિખ્યાત સિન્હાએ પત્રકારોની સાથે વાતચીત કરી હતી. જેમાં તેમને વડાપ્રધાન પદના ઉમેદવારોની દાવેદારી અંગે સવાલ પુછવામાં આવ્યા હતા. જેના જવાબમાં તેમણે ભાજપ અને નેશનલ ડેમોક્રેટિક એલાઈન્સ તરફથી કોણ-કોણ લાયક ઉમેદવાર છે, તેના નામો ગણાવ્યા હતા.
શોટગન સિન્હાએ સુષ્મા સ્વરાજ, લાલકૃષ્ણ અડવાણી , અરૂણ જેટલી અને નીતિશ કુમાર જેવા નામો ગણાવ્યા હતા. જો કે, તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધું ન હતું. આથી, પત્રકારોને કુતૂહલતા થઈ હતી. પત્રકારોએ બિહારી બાબુને પુછ્યું હતું કે, તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને આ માટે લાયક નથી ગણતા ? ત્યારે સિંહાએ કહ્યું હતું કે, હાલ તેઓ આ અંગે કોઈ ટિપ્પણી ન કરી શકે, કારણ કે, ખુદ મોદીએ પણ દાવેદારી નથી કરી.
તમારો મત
શું તમને લાગે છે કે, મુખ્યપ્રધાન મોદી વડાપ્રધાન પદ માટે લાયક છે ? શું એનડીએ અને ભાજપમાં વડાપ્રધાન પદ માટે અનેક ઉમેદવારો દાવેદાર છે ? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.