ગુજરાતના રાજ્યપાલે લોકાયુક્તની કરેલી નિમણુંકને યોગ્ય ઠેરવતો ચુકાદો ગુજરાત હાઇકોર્ટે આપ્યા બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. આ અંગે નરેન્દ્ર મોદીને અણધારી દિશામાંથી સમર્થન મળ્યું છે. મોદી સાથેના મતભેદો માટે જાણીતા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના પક્ષ જેડીયુના અધ્યક્ષ શરદ યાદવે ગુજરાત સરકારનો બચાવ કર્યો. શરદ યાદવે કહ્યું કે "ગવર્નરનો હોદ્દો તો બંધારણીય હોદ્દો છે. તેણે લોકાયુક્તની નિમણૂંક કરવાનો જે નિર્ણય લીધો હતો તે ખોટો નિર્ણય હતો. લોકાયુક્તની નિમણૂંક કરવાનો હક બંધારણીય રીતે વિધાનસભા પાસે જ છે."
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.