- જુઓ વીડિયો, શાહજહાને પસંદ આવી ગયો હતો એક મહેલ
- ઉદયપુરમાં આવેલી છે સુંદર જગમંદિર પેલેસ હોટલ
- આ મહેલની સુંદરતાએ શાહજહાનું મોહી લીધું હતું મન
- આરસ અને બલુઆના પથ્થરોથી બનાવાયો છે મહેલ
રાજસ્થાનમાં તળાવો અને સરોવરના શહેર તરીકે જાણીતું એક સુંદર શહેર છે ઉદયપુર અને તેમાં પણ લોકોને પોતાના તરફ આકર્ષિત કરનારૂ એક તળાવ છે પિછોલા. આ એ જ તળાવ છે કે જેમાં આવેલા ટાપુ પર બની છે હોટલ જગમંદિર પેલેસ. આ હોટલ પહેલા એક મહેલના રૂપમાં જોવા મળતી હતી. આરસ અને બલુઆના પથ્થરોથી બનાવાયેલો આ મહેલ શાહજહાને એટલો પસંદ આવ્યો કે તેણે આગ્રામાં પોતાની બેગમની યાદમાં તાજમહેલનું નિર્માણ કરી દીધું.
આ મહેલનું નિર્માણ 17મી સદીમાં મહારાણા જગતસિંહે પોતાના શાસનકાળમાં કરાવ્યું હતું પરંતુ તેના પહેલા મહારાણા કર્ણસિંહ દ્વિતિય દ્વારા આ મહેલના પાયા નંખાઇ ચૂક્યા હતા. કહેવાય છે કે આ સ્થાન મહારાણા કર્ણસિંહે રાજકુમાર ખુર્રમ (શાહજહા)ને છુપાવવા માટે બનાવ્યું હતું. શાહજહાએ મુગલોના ઉત્તરાધિકારી બનવા માટે પોતાના પિતા જહાંગીર વિરૂદ્ધ વિદ્રોહ કર્યો. મહારાણા કર્ણસિંહે તેની મદદ એટલા માટે કરી કારણ કે શાહજહા એક રાજપૂત માતાનો પુત્ર હતો.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.